દેશના અનેક રાજ્યો માટે ઓરિસ્સા લાઇફલાઇન બન્યું, 510 મેટ્રિક ટન ઑક્સિજનનો પુરવઠો મોકલ્યો
- દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત વચ્ચે ઓરિસ્સા બન્યું લાઇફલાઇન
- ઓરિસ્સાએ દેશના અનેક રાજ્યોને 510 મેટ્રિક ટન ઑક્સિજનનો પૂરવઠો મોકલ્યો
- ઓરિસ્સાએ યુપી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોને ઓક્સિજનનો પુરવઠો મોકલ્યો
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં ઑક્સિજનની અછત સર્જાઇ છે ત્યારે ઓરિસ્સા ઑક્સિજનની અછતનો સામનો કરી રહેલા અનેક રાજ્યો માટે લાઇફ લાઇન સમાન પૂરવાર થયું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઓરિસ્સાએ છેલ્લા 46 કલાકમાં યુપી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી અને બીજા જરૂરિયાતમંદ રાજ્યોને 510 મેટ્રિક ટન ઑક્સિજનનો પૂરવઠો મોકલી આપ્યો છે. આ ઑક્સિજન સાથે 29 ટેન્કરો રવાના કરાયા છે અને ટેન્કરોને ઓરિસ્સાની પોલીસે સુરક્ષા પણ પૂરી પાડી છે.
આ અંગે ઓરિસ્સા પોલીસે કહ્યું હતું કે, આ સિવાય શનિવારે પણ બીજા 15 ઑક્સિજન ભરેલા ટેન્કરો રવાના કરવામાં આવ્યા છે. ઓક્સિજન ટેન્કરો વહેલા પહોંચે તે માટે એક કોરિડોર બનાવાયો છે. જેથી ઑક્સિજનને શક્ય હોય તેટલો ઝડપથી દર્દીઓ સુધી પહોંચાડી શકાય.
સૂત્રોનુ કહેવુ છે કે, ઓરિસ્સામાં દર્દીઓ માટે રોજ 23 ટન ઓક્સિજનની જરુર પડે છે અને તેની સામે રાજ્યોમાં રોજ 129 ટન ઓક્સિજનનુ ઉત્પાદન થઈ રહ્યુ છે.જ્યારે લિકવિડ ઓક્સિજનનુ 60 ટન ઉત્પાદન થઈ રહ્યુ છે.આ સંજોગોમાં ઓરિસ્સા વધારાનો સપ્લાય બીજા રાજ્યોને પુરુ પાડી રહ્યુ છે.રાજ્યમાં ઓક્સિજનની અછત નથી અને જુરરિયાત કરતા વધઆરે ઓક્સિજનનુ ઉત્પાદન થઈ રહ્યુ છે.
બીજી તરફ ઓરિસ્સાના ભાજપ સંગઠને આરોપ લગાવ્યો છે કે, ઓરિસ્સાના બરહામપુરમાં ઓક્સિજન સપ્લાય ખતમ થઈ ગયો હતો.જેના કારણે શુક્રવારે રાતે કેટલાક દર્દીઓનો મોત પણ થયા હતા.જોકે આ આરોપોને તંત્રે ફગાવી દીધા છે.
(સંકેત)