- કોરોના ઇફેક્ટને કારણે લાગેલા નિયંત્રણોથી રોકાણકારોની ધારણા પ્રભાવિત થઇ
- FPIએ એપ્રિલ મહિનામાં ભારતીય બજારમાંથી રૂ.7,622 કરોડ પાછા ખેચ્યા
- રોકાણકારોએ 1 થી 23 એપ્રિલ દરમિયાન શેરમાંથી 8,674 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા
નવી દિલ્હી: કોરોનાના સંક્રમણને કારણે માર્કેટ પર પણ વિપરિત અસર પડી છે ત્યારે હવે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ એપ્રિલ મહિનામાં ભારતીય બજારમાંથી 7,622 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે. કોવિડના વધતા જતા કેસો વચ્ચે વિવિધ રાજ્યો દ્વારા નિયંત્રણોથી રોકાણકારોની ધારણાને અસર થઇ છે.
ડિપોઝિટરીના ડેટા અનુસાર, રોકાણકારોએ 1 થી 23 એપ્રિલ દરમિયાન શેરમાંથી 8,674 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે. જો કે, આ સમય દરમિયાન તેણે ડેબ્ટ અથવા બોન્ડ માર્કેટમાં 1,052 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ તેમનો ચોખ્ખો ઉપાડ રૂ. 7,622 કરોડ રહ્યું છે.
કોરોનાના સંક્રમણમાં થયેલા ઝડપી વધારાને કારણે FPI દ્વારા તાજેતરમાં મૂડી રોકાણ પાછું ખેંચવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને કારણે અનેક રાજ્યોએ તેને અંકુશમાં લેવા માટે નિયંત્રણો લગાડ્યા છે. બીજી લહેર ખૂબ જ ગંભીર છે અને અર્થતંત્ર પર પણ તેની વ્યાપક અસર થઇ શકે છે.
(સંકેત)