ગાંધીનગર સિવિલના 20 તબીબ સહિત 80 જેટલા મેડિકલ કર્મચારીઓ કોરોના સંક્રમિત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન ગાંધીનગર સિવિલના 20 તબીબો સહિત 80 જેટલા મેડિકલ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ19ની સારવારમાં ફરજ બજાવતા અને અલગ અલગ વિભાગમાં કામ કરતાં 80 થી વધુ સેવારત આરોગ્ય કર્મચારીઓ કોરોનાની ઝપટે ચઢ્યા છે. જેમાં 20 થી વધુ ડોકટરો સંક્રમણ નો ભોગ બન્યા છે. ઉપરાંત મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ નર્સ સહિત વર્ગ 1 થી 4 ના મળી કુલ 80 જેટલો મેડિકલ સ્ટાફ સંક્રમિત થતાં ગાંધીનગર સિવિલ માં સારવાર અર્થે આવતાં દર્દીઓની મુશ્કેલી વધી ગઈ છે. સંક્રમિત થયેલા મેડિકલ સ્ટાફની સારવારની વ્યવસ્થા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત આરોગ્ય સ્ટાફની સારવાર આપવામાં આવશે.