કોરોનાની સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર- દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં 2.5 લાખ કોરોનાના દર્દીઓ થયા સ્વસ્થ
- કોરોનાની સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર
- પ્રથમ વખત સાજા થનારા દર્દીઓનો આંકડો અઢીલાખને પાર
દિલ્હીઃ- સમગ્ર દેશ કોરોના સામે એક મોટી જંગ લડી રહ્યો છે, ત્યારે લગભગ એક મહિના બાદ કોરોના વાયરસથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, દેશમાં પહેલી વખત એક જ દિવસમાં અઢી લાખથી વધુ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. તો બીજી તરફ દરરોજ નોંધાતા કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે.
જો કે, ગંભીર બાબત એ પણ છે કે એક દિવસમાં કોરોનાના કારણે 2 હજાર 771 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આશરે બે લાખ સુધી પહોંચી ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, એક જ દિવસમાં 3 લાખ 23, હજાર 144 નવા કેસ મળી આવ્યા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 2 લાખ 51 હજાર 827 દર્દીઓએ કોરોનાને માત આપીને સ્વાસ્થય પણ થયા છે.. 28 માર્ચથી દેશમાં દરરોજ સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.
જો કે, વિતેલા સોમવારની સરખામણીમાં, મંગળવારના આંકડાઓ પ્રમાણે કોરોના ગ્રાફમાં થોડો ઘટાડો થયો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, હાલમાં, બે અઠવાડિયા સુધી જો આ સ્થિતિ સમાનજોવા મળશે તો એમ કહી શકાય કે બીજી તરંગ હવે નિયંત્રણ તરફ વધતી જોવા મળી રહી છે.
મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા એક દિવસમાં દેશના આઠ રાજ્યોમાં એવા છે કે જ્યા કોરોના વાયરસથી કોઈ દર્દીનું મોત નિપજ્યું નથી. જોકે છેલ્લાં ચાર દિવસથી આ રાજ્યોની સંખ્યા પાંચ હતી, પરંતુ હવે તે આઠ પર પહોંચી ગઈ છે. જો સ્થિતિ આમને આમ રહેશે તો ટોક્કસ આવનારા થોડા જ દિવસોમાં કોરોના પર નિયંત્રણ મેળવી શકાશે.
સાહિન-