આસામ સહીત પૂર્વોતરમાં ભૂકંપનો મોટો ઝટકો, તીવ્રતા 6.4ની રહી
- આસામમાં ભૂકંપનો ભારે ઝટકો
- 6.4ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
- ભૂકંપ બાદ લોકોમાં ડરનો માહોલ
ગુવાહાટી :આસામ રાજ્યના ગુવાહાટી સહીત પૂર્વોતરમાં ભારે ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા 6.4ની રહી હતી. આજે સવારમાં જે રીતે પૂર્વભારતના રાજ્ય આસામની સીમા ધ્રુજી ઉઠી હતી તેની સાથે સાથે સમગ્ર પૂર્વોતરની પણ ધરા ધ્રુજી ઉઠી હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામનું સોનિતપુર બતાવવામાં આવી રહ્યું છે. આ ઝટકાને કેટલાક સમય સુધી અનુભવવામાં આવ્યો છે અને લોકો ડરના કારણે પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા.
ભૂકંપ એટલો ખતરનાક હતો કે, તેની અસર બંગાળની જમીન સુધી પણ થઈ છે. આસામના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના કારણે વિજળી જતી રહી છે અને કેટલાક ઘરોમાં તિરાડો પણ જોવા મળી છે.