ઉનાળામાં સ્ટાઈલિશ કપડાની સાથે આ વસ્તુઓ આપશે આપને પરફેક્ટ લુક
ઋતુના હિસાબે આપના વોર્ડરોબને અપડેટ કરવુ ખુબ જ જરૂરી છે. જેનાથી આપ કમ્ફર્ટની સાથે સ્ટાઈલીશ લુક પણ મળશે. કેટલીક વાર આપણે આઉટફીટ ઉપર ખુબ ધ્યાન આપીએ છીએ પરંતુ મેચિંગ એક્સેસરીજને આપણે નજર અંદાજ કરીએ છીએ. એવામાં ઉનાળાની ઋતુમાં આપે કેટલીક એક્સેસરીજને વોર્ડરોબનો ભાગ જરૂર બનાવવો જોઈએ.
- સ્કાર્ફ બનાવે આપને પરફેક્ટ
ગરમીના દિવસોમાં સ્કાર્ફ તડકાથી બચાવવાની સાથે સ્ટાઈલિશ લુક પણ આપે છે. ઉનાળામાં આઉટફીટની સાથે મેચ થતા સ્કાર્ફને સ્ટાઈલ સ્ટેટમેન્ટનો ભાગ જરૂર બનાવો
- કેપ બનાવશે આપને વધારે કુલ
ઉનાળામાં કેપ (હેટસ) આપના લુકને કુલ અંદાજ આપે છે. કેપ આપના લુકને વધારવાની સાથે આપના વાળ અને ચહેરાને તડકાથી વચાવે છે. આઉટિંગ અને ટ્રીપ પર ડ્રેસ સાથે મેટિંગની હેટસ (કેપ) પહેરવી જોઈએ. જેથી આપને પરફેક્ટ લુક મળશે.
- સ્ટાઈલિશ સનગ્લાસિસ
ઉનાળામાં ફેશનેબલ એક્સેસરીજમાં ગોગલ્સ સૌથી પહેલા આવે છે. આ આપને ગરમીમાં નવો અને ટ્રેંડી લુક આપે છે. ગરમી દરમિયાન મોટાભાગના લોકોની આંખો ઉપર સનગ્લાસિસ જોવા મળે છે. આપના ચહેરા અનુસાર સનગ્લાસિસને પસંદ કરવા જોઈએ.
- સ્ટાઈલિશ ફુટવેયર
ફુટવેયર પણ આઉટફિટના અનુસાર હોવા જોઈએ. તેમજ આ સિઝનમાં પરસેવો વધારે થાય છે. જે મહિલાઓના પગમાં વરસેવો થાય છે તેમણે એવા ફુટવેર પસંદ કરવા જોઈએ જેનાથી પગને પવન લાગે અને પરસેવો ના થાય.
- હેંડબેગને ન ભૂલો
આ વખતે ઉનાળામાં આપને નવી ટ્રેન્ડી બેગ લેવી જોઈએ. આપને હેન્ડબેગની આદત નથી તો કોઈ સ્ટાઈલિસ વન સાઈડ બેગ અથવા બેકપેક લઈને આપ તેનાની આપની સ્ટાઈલ સ્ટેટમેન્ટનો હિસ્સો બનાવી શકો છો.