1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત પાસે હવે વેક્સિનના 4.62 લાખ ડોઝ ઉપલબ્ધઃ બીજો જથ્થો આવે તેની રાહ જોવી પડશે
ગુજરાત પાસે હવે વેક્સિનના 4.62 લાખ ડોઝ ઉપલબ્ધઃ બીજો જથ્થો આવે તેની રાહ જોવી પડશે

ગુજરાત પાસે હવે વેક્સિનના 4.62 લાખ ડોઝ ઉપલબ્ધઃ બીજો જથ્થો આવે તેની રાહ જોવી પડશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતભારમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સિન તા. 1લી મેથી આપવાની જાહેરાત કરી હતી. પણ વેક્સિનનો જથ્થો આવ્યો ન હોવાથી એક પખવાડિયા બાદ યુવાનોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. સરકાર દ્વારા હાલ વેક્સિન માટે રજિસ્ટ્રેશનનું કામ ચાલુ છે. બીજીબાજુ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને હાલ વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્ય પાસે 29 એપ્રિલની સ્થિતિએ 4.62 લાખ વેક્સિનના જ ડોઝ ઉપલબ્ધ હતા. જેમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11.80 લાખ સાથે સૌથી ઉપર જ્યારે ગુજરાત 4.62 લાખ ડોઝ સાથે આ લિસ્ટમાં 10મા ક્રમે છે.

ગુજરાતમાં તા. 29 એપ્રિલે સવારે 7 વાગ્યાની સ્થિતિ સુધીમાં કુલ 97,78,790 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું જ્યારે 22,67,033 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ, કુલ 1,20,54,863 રસીકરણના ડોઝ આપવામાં આવેલા છે. દેશના જે રાજ્યોમાં રસીકરણના સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યા હોય તેમાં મહારાષ્ટ્ર 1.55 કરોડ ડોઝ સાથે મોખરે છે, જ્યારે  રાજસ્થાન 1.28 ડોઝ સાથે બીજા ક્રમે,  ઉત્તર પ્રદેશ 1.21 ડોઝ સાથે ત્રીજાક્રમે તથા ગુજરાત 1.20 ડોઝ સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ 1.06 કરોડ ડોઝ સાથે પાંચમાં સ્થાને છે. ગુજરાત પાસે કુલ 4,62,988 વેક્સિનના ડોઝ ઉપલબ્ધ હતા. આગામી દિવસમાં રાજ્યને વધુ 3 લાખ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

બીજી તરફ ઉત્તર પ્રદેશ પાસે 11.80 લાખ, બિહાર પાસે 8.36 લાખ, મહારાષ્ટ્ર 7.49 લાખ તથા ઝારખંડ 6.46 લાખ સાથે વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવે છે. અત્યાર સુધીમાં ગુજરાતને કેન્દ્ર તરફથી 1.27 કરોડ ડોઝ મળ્યાં છે. રસીકરણના તમામ તબક્કામાં ગુજરાતમાં કુલ 1.20 કરોડ લોકોએ રસી લીધી છે, જે કુલ વસતીના 18.3 ટકા છે. તેમાંથી 95.64 લાખ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. નિષ્ણાતોના મતે, સંક્રમણને લગભગ નાબૂદ કરવા હર્ડ ઇમ્યુનિટી હેઠળ 70 ટકા વસતીને રસી આપવી જરૂરી છે. ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સથી રસીકરણ અભિયાનનો 10 જાન્યુઆરીએ પ્રારંભ થયો હતો, જેથી લગભગ ચાર મહિનામાં હર્ડ ઇમ્યુનિટી માટે જરૂરી 70 ટકા પૈકીની ગુજરાતની ચોથા ભાગની વસતી રસી મેળવી ચૂકી છે.

હાલ ગુજરાતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન એમ બે રસી ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં ત્રીજી રસી તરીકે ફાઇઝર આવી શકે છે. રૂપાણીએ આ અંગે સંકેત આપ્યો હતો. આ રસી મળશે એ સાથે ગુજરાતમાં તે આપવાનો પ્રારંભ થશે. જોકે ફાઇઝરની રસી સ્વખર્ચે લેવાની રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code