જાપાનના ઈસ્ટ કોસ્ટ ઓફ હોનશુંમાં ભૂકંપના આંચકા, 6.6ની તીવ્રતા નોંધાઈ
- જાપાનમાં ભૂકંપના આંચકા
- 6.6ની નોંધાઈ તીવ્રતા
- લોકોમાં ભયનો માહોલ
દિલ્લી: જાપાનમાં આવેલા ઈસ્ટ ઓફ કોસ્ટ હોનશુંમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા 6.6ની નોંધવામાં આવી છે. જાપાનમાં આવતા ભૂકંપના કારણે જાણકારો દ્વારા ત્સુનામીની આગાહી પણ કરવામાં આવતી હોય છે પરંતુ આજે સવારે આવેલા ભૂકંપ પર જાણકારો દ્વારા અત્યાર સુધી કોઈ આગાહી કે ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
જાપાન તથા તેની આસપાસમાં આવતા ભૂકંપ અને તેના પર સતત નજર રાખનારી મીડિયા (વોલ્કેનોડિસ્કવરી) દ્વારા બતાવવામાં આવ્યું છે કે જાપાનમાં આજના દિવસમાં જ 6 થી 7 જેટલા નાના મોટા ભૂકંપના આંચકા નોંધવામાં આવ્યા છે.
જો કે જાપાનમાં આવતા ભૂકંપના કારણે કેટલીક વાર માલ મિલકતને મોટુ નુક્સાન થતુ હોય છે. હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે કોઈ પણ જાણકારો દ્વારા ત્સુનામીની આગાહી કરવામાં આવી નથી.