જમ્મુ સહીતના 4 જીલ્લા બન્યા કોરોના હોટસ્પોટઃ- 20 જીલ્લામાં રાત્રી કર્ફ્યૂ સહીત 4 જીલ્લામાં 72 કલાકનું લોકડાઉન લંબાવાયુ
- જમ્મુના 4 જીલ્લા કોરોના હોટસ્પોટ બન્યા
- 72 કલાકનું લોકડાઉન લંબાવાયું
- આ સાથે જ રાત્રી કર્ફ્યૂ યતાવત રહશે
શ્રીનગરઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે જેને લઈને અનેક રાજ્યોએ પાબંધિઓ લગાવી છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીર સરકારે ગંભીર બની રહી પરિસ્થિતિને જોતા જમ્મુ સહિતના ચાર જિલ્લાઓમાં 72 કલાકનું લોકડાઉન લંબાવી દીધું છે.
જમ્મુ, શ્રીનગર, બારામુલા અને બડગામમાં હવે કોરોના હોસ્પોટ બન્યા છે જેને લઈને આ ચાર જીલ્લાઓમાં લોકડાઉનની મર્યાદા વધારાઈ છે, હવે 6 મે ગુરુવારે સવારે સાત વાગ્યા સુધી લોકડાઉન લાગૂ રહેશે. સરકારે આ આ પહેલા 3 જી સોમવારે સવારે 7 વાગ્યા સુધી તમામ જિલ્લાઓમાં લોકડાઉનની ઘોષણા કરી હતી. આ ,સાથે જ લોકડાઉન સહીત 20 20 જિલ્લામાં નાઇટ કર્ફ્યૂ યથાવત રહેશે.
સરકારે શનિવારની મોડી સાંજે એક આદેશ જારી કરીને જણાવ્યું હતું કે 3જી મેના રોજ પુરો થતો કોરોના કર્ફ્યુ ચાર જિલ્લાઓમાં મેની 6 તારીખ સવારે છ વાગ્યા સુધી વધારવામાં આવ્યો છે. બીજા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ 20 જિલ્લામાં નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે.
લોકડાઉનની બહારના બાકીના 16 જિલ્લાઓમાં લોકડાઉન અવધિ 3 મેના રોજ સવારે સાત વાગ્યે સમાપ્ત થશે. આ જિલ્લાઓમાં નિશ્ચિત માર્ગદર્શિકા અને જારી પ્રતિબંધો હેઠળ વ્યવસાયિક અને અન્ય સંસ્થાઓ ખુલશે. જો કે આ જિલ્લાઓમાં સવારે આઠથી સાત વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે.