1. Home
  2. ગુજરાતી
  3. આયુષ મંત્રાલયના આ ઉપાયોને અપનાવો, કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે ઉપયોગી
આયુષ મંત્રાલયના આ ઉપાયોને અપનાવો, કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે ઉપયોગી

આયુષ મંત્રાલયના આ ઉપાયોને અપનાવો, કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે ઉપયોગી

0
Social Share
  • આયુષ મંત્રાલયના ઉપાયોને અપનાવો
  • રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી
  • કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી જરૂરી

દિલ્લી: કોરોનાવાયરસના કહેર વચ્ચે આયુષ મંત્રાલય દ્વારા કેટલીક જાણકારી આપવામાં આવી છે જે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી બને તેમ છે. આયુષ મંત્રાલય દ્વારા લોકોને કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દિવસભર ગરમ પાણી પીવુ કારણ કે ગરમ પાણી વધારે માત્રામાં પીવાથી શરદી, કફ અને શ્વાસ સંબંધિત તકલીફોમાં રાહત આપે છે. આ ઉપરાંત રસોઈમાં હળદર, જીરું, ધાણાં અને લસણનો ઉપયોગ કરવો. બાફેલા મગનો વઘાર કરીને ગરમ સૂપ પીવો.

બાજરી અથવા ઘઉંના લોટને ઘીમાં શેકી અજમો, સૂંઠ, હળદર, ગોળ નાખી ગરમ રાબ પીવી સાથે સાથે ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળવો- ગરમ ખોરાક લેવો જોઇએ. ખાવા પીવામાં ધ્યાન આપવાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે, જો શાકભાજીમાં પરવળ, કોળું, હળદર, લસણ અને કારેલાનું સેવન કરવું તે પણ ફાયદાકારક છે.

ખાવા પીવા અને તેના સિવાય ઘરમાં હળવી કરસત પણ જરૂરી છે. ઘરમાં યોગાસન, પ્રાણાયમ તથા હળલી જીમ કરસત કરવાથી પણ રોગ પ્રતિકારક શક્તિને વધારી શકાય છે. ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર 150 મિલી ગરમ દૂધમાં ઉમેરી દિવસમાં એક કે બે વાર લેવું. ઉકળતા પાણીમાં અજમો, ફૂદીનો નાખી નાસ લેવો.

સુરજના સવારના કુણા તડકાનું સેવન કરવામાં આવે તો તે પણ અને ઘર, સંસ્થાઓમાં કપૂર, ગુગળ, લીમડાના પાન, સરસવ, અડાયા છાણા અને ગાયનું ઘી નાખી ધુપ કરવો.

રાજ્યમાં હાલ કોરોનાનો કહેર વરસી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોરોનાના 10 હજારથી વધારે કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર આયુષ નિયામક દ્વારા કોવિડની હાલની વિપરીત સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખાવા કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code