1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે 20,000 લિટરની ઓક્સિજન ટેન્ક તૈયાર કરાશે
રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે 20,000 લિટરની ઓક્સિજન ટેન્ક તૈયાર કરાશે

રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે 20,000 લિટરની ઓક્સિજન ટેન્ક તૈયાર કરાશે

0
Social Share

રાજકોટઃ શહેરની ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત દુર કરવા તંત્રએ કવાયત શરૂ કરી છે. શહેરના ગોંડલ હાઇવે પર આવેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તંત્રને મદદે આવ્યું છે અને 20 હજાર લીટર ક્ષમતાવાળી ઓક્સિજનની ટેન્ક તૈયાર કરી તંત્રને સોંપવામાં આવી છે. જેને ટૂંક સમયમાં જ સમરસ હોસ્ટેલનાં કોવિડ કેર સેન્ટરમાં કાર્યરત કરવામાં આવશે.

શહેરમાં કોરોનાના એક્ટિવ કેલમાં ઘટાડો થતો જાય છે. જોકે હોસ્પિટલોમાં કોવિડની સારવાર લઈ રહેલા મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. ઓક્સિજનની ખેંચને દુર કરવા આવેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તંત્રને મદદે આવ્યું છે. 20 હજાર લિટર ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કરાશે. શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા અને દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. જેના ભાગરૂપે સમરસ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજન સહિતની તમામ સારવાર મળી રહે તે માટે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20 હજાર લિટર ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સમરસ હોસ્ટેલ ખાતે ઉભી કરાઇ રહી છે.

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ તથા સમાજ અગ્રણી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું છે તેનો સમાજના હિતાર્થે ઉપયોગ કરવામાં અમે પાછી પાની નહીં કરીએ. ફાલ્કન પરિવારના જગદિશ કોટડીયાએ જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજા રોટલો અને ઓટલો આપવામાં હમેશા આગળ રહી છે. આવી મહામારીના સમયમાં માનવધર્મને બચાવવા માટે ખંભે-ખંભા મીલાવીને માનવજાતને બચાવીએ અને આગળ વધીએ. સમરસમાં 20,000 લીટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનાથી હોસ્પિટલમાં દૈનિક 200 લોકોને જીવનદાન આપી શકાશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે કે હાલમાં સમરસ હોસ્ટેલ ખાતે 1000 લીટરની ક્ષમતાવાળા 8 ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. હજાર લિટરની આઠ ટેન્કોને અત્રેથી મુક્ત કરીને અન્ય સેન્ટર પર કાર્યરત કરવામાં આવશે. મહત્તમ દર્દીઓને સારવાર આપતી વખતે ઓક્સિજનની અછત ના સર્જાય તેવા શુભાશય સાથે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસો.ના સહકારથી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરાઇ રહ્યો છે. જે જલ્દીથી શરૂ કરી દેવા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code