પીએમ મોદી આવતી કાલે બ્રિટિશ વડાપ્રધાન સાથે વર્ચ્યૂલ બેઠક કરશેઃ- ખાસ મુદ્દાઓ પર થશે વાતચીત
- પીએમ મોદી બ્રિટિશ વડાપ્રધાન જોનસન સાથે કરશે બેઠકઃ-
- આ બેઠક વર્ચ્યૂઅલ હશે
દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જોનસન સાથે વર્ચુઅલ બેઠક કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ દરમિયાન બંને નેતાઓ આગામી દસ વર્ષના દ્વિપક્ષીય સંબંધો માટે રોડમેપ પણ રજુ કરશે.
આ બાબતને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે ,આ બંને દેશોના પરસ્પર હિત માટે વૈશ્વિક અને પ્રાદેશિક સહયોગ વધારવા અને બહુપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાની એક મહત્વપૂર્ણ તક હશે. આનાથી આવનારા એક દાયકામાં પાંચ મુખ્ય ક્ષેત્રોમાં ભારત-યુકેના સહયોગ વધુ ગાઢ બનશે
આ પાંચ મુખ્ય ક્ષેત્રોમાં લોકોથી લોકોનો સંપર્ક, વેપાર અને સમૃદ્ધિ, સંરક્ષણ અને સુરક્ષા, જળવાયુ અને આરોગ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ જોનસન ગયા મહિને ભારતની મુલાકાતે આવનાર હતા પરંતુ કોરોના મહામારીને કારણે તેમનો આ પ્રવાસ રદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે બ્રિટન અને ભારતના સંબંધો ઘણા મજબૂત રહ્યા છે, કોરોના સંકટમાં પણ બ્રિટન ભારતની મદદે આવ્યું છે.પરસ્પર બન્ને દેશો સંકટના સમયે એકબીજાના પડખે ઊભા રહ્યા છએ, ત્યારે હાલ દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે તો પીએમ મોદીની આ બોરિસ જોનસન સાથેની બેઠક પણ મહત્વુૂર્ણ માનવામાં આવી રહી છે.