ફેસબુક બાદ હવે વોટ્સએપથી પણ જાણી શકશો,ક્યાં યોજાઈ રહ્યું છે વેક્સીનેશન ! જાણો ડિટેલ્સ
- હવે વોટ્સએપથી પણ જાણી શકાશે રસીકરણ કેન્દ્ર
- MyGov એ આ અંગેની માહિતી ટ્વિટર પર કરી શેર
દિલ્હી : ભારતમાં 1 મે થી 18 થી 45 વર્ષની વય જૂથના લોકો માટે કોરોના વેક્સીન આપવાની કામગીરી પણ શરૂ થઇ ગઈ છે. વેક્સીનેશનને લઈને લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે સરકાર ઘણા પ્રયાસ કરી રહી છે.ખાનગી હોસ્પિટલો સાથે જોડાણ ઉપરાંત સોશિયલ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી આ વાતની શોધ કરવી કે, વેક્સીનેશન સેંટર ક્યાં છે તેના પર પણ ઝડપથી કામ થઇ રહ્યું છે.
થોડા દિવસો પહેલા સરકારે ફેસબુક સાથે વેક્સીનેશન સેંટરની જાણકારી લોકો સુધી પહોંચાડવાનું પગલું ભર્યું હતું.ત્યારે હવે આ સુવિધા વોટ્સએપ પર પણ ઉપલબ્ધ થશે. MyGov એ આને લઈને એક જાણકારી ટ્વિટર પર શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, લોકો વોટ્સએપ પરથી જ આસપાસના વેક્સીનેશન સેંટરને શોધી શકે છે. ભારત સરકારે કોરોનાવાયરસને લઈને ચેટબોટની શરુઆત વર્ષ 2020 માં જ શરૂ કરી હતી. હેલ્પડેસ્કની મદદથી કોઈ પણ કોરોનાથી જોડાયેલ જાણકારીને રીયલટાઇમમાં મેળવી શકે છે.
MyGovIndia એ તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યું છે કે,આ માટે યુઝર્સએ 9013151515 પર નમસ્તે મોકલવું પડશે. આ પછી ચેટબોક્સ તમને ઓટોમેટેડ રિસ્પોન્સ આપશે. તેની મદદથી તમે તમારા નજીકના કોવિડ વેક્સીનેશન સેંટર વિશે માહિતી મેળવી શકો છો. અહીં તમારે 6-અંકનો પિન કોડ પણ નાખવો પડશે.
વેક્સીનેશન સેંટરની લિસ્ટ સાથે MyGovIndia ચેટ બોક્સમાં તમને કોવિડ 19 વેક્સીન રજીસ્ટ્રેશનની લિંક પણ મળશે,જે સીધા કોવિનની વેબસાઇટ પર લઈને જશે. અહીં તમારે તમારો ફોન નંબર,ઓટીપી અને આઈડી પ્રૂફ નંબર નાખીને રજીસ્ટ્રેશન કરવું પડશે. જો તમે ઇચ્છો તો તમે આરોગ્ય સેતુ એપ અને કોવિડ સર્વિસ પોર્ટલ અથવા ઉમંગ એપની મુલાકાત લઈને પણ સીધા રજીસ્ટ્રેશન કરાવી શકો છો.