કોરોનાને લીધે GST રિટર્ન પર લેઈટ ફી અને પેનલ્ટીમાંથી મુક્તિ અપાઈ
અમદાવાદઃ કોરોનાને લીધે વેપારીની હાલત કફોડી બની છે. મોટાભાગના શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે વેપારીઓની મુશ્કેલીઓ ધ્યાને લઈને ધ્યાને લઇને કેન્દ્ર સરકારે માર્ચ-એપ્રિલના જીએસટી રિટર્નની મુદતમાં વધારો કરાયો છે. કેન્દ્રે કોરોના મહામારીને ધ્યાને લઇને જીએસટીમાં લેટ ફી અને ઇન્ટરેસ્ટમાં માફી જાહેર કરી છે.
કેન્દ્ર સરકારે 1 મેથી પરિપત્ર કરીને માર્ચ-એપ્રિલ,2021ના રિટર્ન ભરવામાં 15 દિવસનો વધારાનો સમય આપ્યો છે. જે મુજબ કરદાતા અંતિમ મુદતના 15 દિવસમાં રિટર્ન ફાઇલ કરશે તો જીએસટી પર લાગતી લેટ ફી અને પેનલ્ટીમાં માફી મળશે. વધારામાં ભરવાપાત્ર ટેકસ કરદાતાએ અંતિમ મુદત સુધીમાં ન ભર્યો હોય તો તેઓ 15 દિવસમાં ભરી દે તો તેમને વ્યાજમાં માફી મળશે. એટલે કે માર્ચ 2021નું રિટર્ન 5 મે 2021 સુધીમાં અને એપ્રિલ 2021નું રિટર્ન 4 જૂન 2021 સુધીમાં ઇન્ટરેસ્ટ અને લેટ ફી વગર ભરી શકાશે.
જીએસટીઆર-4ની મુદત30 એપ્રિલ હતી, તેને વધારીને 31 મે કરાઇ છે. તેવી જ રીતે રિફંડની એપ્લિકેશન કરવાની, અપીલ કરવાની તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ આપવાની સમયમર્યાદા 30 એપ્રિલ સુધીમાં પૂરી થતી હોય તો તો આ મુદત વાધારીને 31 મે કરાઇ છે.