આંધ્રપ્રદેશ સરકારે કર્ફ્યુની કરી જાહેરાત, આટલો સમય રહેશે કર્ફ્યું
- આંધ્રપ્રદેશમાં 5 મે થી 14 દિવસ સુધી આંશિક કર્ફ્યું
- જીવન જરૂરી વસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી
- કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લેવાયો નિર્ણય
હૈદરાબાદ :કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં 14 દિવસનો આંશિક કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આ કર્ફ્યુ આવતીકાલે એટલે કે 5 મેથી શરૂ થશે અને આગામી 14 દિવસ સુધી જારી રહેશે.જો કે, જીવનજરૂરી વસ્તુઓની દુકાનો બપોરે 12 સુધી જ ખુલ્લી રહેશે
આંશિક કર્ફ્યુ દરમિયાન રાજ્યની તમામ દુકાનો સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. તો,કલમ 144 અમલમાં રહેશે,એટલે કોઈ પણ એક જગ્યા પર 4 અથવા તેનાથી વધુ લોકોને એકત્રિત થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.ફક્ત ઈમરજન્સી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. હકીકતમાં, સોમવારે સીએમ વાય.એસ. જગનમોહન રેડ્ડીએ કોરોના સંબંધિત સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કે દેશમાં કોરોનાને કારણે કેટલાક રાજ્યો લોકડાઉન લગાવી રહ્યા છે તો કોઈ રાજ્ય કર્ફ્યું. કોરોનાનાં કેસ બેફામ રીતે વધી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની બેદરકારી પણ જોવા મળે છે. કોરોનાને રોકવા માટે સતર્કતા દાખવવી એ સૌથી વધારે અસરકારક પગલું છે જેને સૌ કોઈ એ અનુસરવું જોઈએ.