- ફાઇઝર કંપની હવે કોરોનાની સારવાર માટે ઓરલ એન્ટિવાયરલ દવા બનાવશે
- આ દવામાં એક ઓરલ અને બીજી ઇન્જેક્ટેબલ હશે
- વર્ષના અંત સુધી દવા તૈયાર થઇ જાય તેવી કંપનીની ગણતરી છે
નવી દિલ્હી: દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વેક્સીન ઉત્પાદક ફાઇઝર કંપની તરફથી સારા સમાચાર આવ્યા છે. કંપની હવે કોવિડ-19ની સારવાર માટે ઓરલ એન્ટિવાયરલ દવા બનાવશે. જે એક ઓરલ અને બીજી ઇન્જેક્ટેબલ હશે. વર્ષના અંત સુધી દવા તૈયાર થઇ જાય તેવી કંપનીની ગણતરી છે.
ફાઇઝરે જણાવ્યું હતું કે, એન્ટિવાયરલ પર કામ કરતા બની રહેલી ઇન્જેક્ટેબલ અને બીજી ઓરલ દવાના ઘણાં ફાયદા છે. ઓરલ દવાથી હવે તમારે હોસ્ટિપલ જવાની જરૂર નહીં પડે, માત્ર એક ગોળી ગળવાથી જ કોરોના સામે રક્ષણ મળશે. તે ઉપરાંત બીજી ઇન્જેક્શન વાળી દવાને કારણે ઘરે જ ઇન્જેક્શન લગાવી શકશો અને કોરોના સામે લડી શકશો. જો બધુ યોગ્ય રહેશે અને નિયામકની સમયસર મંજૂરી મળશે તો વર્ષાન્ત સુધીમાં દવા માર્કેટમાં આવી શકે છે.
આપને જણાવી દઇએ કે ફાઇઝર અમેરિકામાં કંપની જર્મન ડ્રગ ઉત્પાદક બાયોએનટેક સાથે મળીને આ ડ્રગ બનાવી રહી છે. ગત મહિને કંપનીએ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે તેની કોરોના રસીને 12 થી 15 વર્ષના બાળકો માટે ઇમરજન્સી મંજૂરી માગી છે. આ ઉપરાંત 6 માસથી 11 વર્ષના બાળકો માટે પણ આ કંપની રસી બનાવી રહી છે.
બોરલાએ એમ પણ જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં કોરોના સામે દવા તરીકે જે વિકલ્પો છે, તેની સરખામણીએ વાયરસના મલ્ટીપલ વેરિએન્ટ સામે આ વધુ પ્રભાવશાળી હોઈ શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ દવા ઘણાં બધા વેરિએન્ટ સામે લડવા સક્ષમ હશે.
(સંકેત)