- આધ્રપ્રદેશના નવા કોકરોનાના સ્ટ્રેનની પૃષ્ટિ
- અન્ય સ્ટ્રેન કરતા વધુ ઘાતક
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,ત્યારે કોરોનાૈના નવા નવા સ્ટ્રેન પણ સામે આવી રહ્યા છે, હવે આંઘ્રપ્રેદશમાં વૈજ્ઞાનિકોએ 15 ગણો સુધી એન 440 ના સ્ટ્રેનની ભાળ મેળવી છે,સેન્ટર ફોર સેલ્યુલર અને માઇક્રોબાયોલોજી વૈજ્ઞાનિકોનુ કહેવું છે કે વિશાખાપટ્ટનમ સહિત પ્રદોશના અન્ય રાજ્યોમાં મહામારીમો પ્રકોપ તેજીથી વધી રહ્યો છે.
સીસીએમબી વૈજ્ઞાનિકો તો ત્યા સુધી કહંવું છે કે,ભારતમાં જોવા મળતા સ્ટ્રેન વી1.617 અને વી1.618 કરતા વધુ સંક્રમિત છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટરનું આ બાબતે કહેવું છે કે રાજ્યમાં કયા પ્રકારનો સ્ટ્રેન છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે વિશાખાપટ્ટનમમાં જે સ્ટ્રેન જોવા મળે છે તે અન્ય સ્ટ્રેનથી સંપૂર્ણપણે અલગ છે.
નવા સ્ટ્રેનમાં દર્દી 3 કે 4 દિવસમાં જ બેભાન અવસ્થામાં જતો રહે છે.
આંધ્ર પ્રદેશ મેડિકલ કોલેજના આચાર્ય ડો.પી.વી.સુધાકર કહે છે કે અમે જોયું છે કે નવા સ્ટ્રેનની ઝપેટમાં આવનારા લોકોમાં ઈન્ક્યૂવેશન પિરીયડ ઓછો છે, પરંતુ તકલીફ ઝડપથી વધી રહી છે. તેઓ જણાવે છે કે આ સ્ટ્રેનનો શિકાર બનેલી વ્યક્તિ 3 થ4 4 દિવસમાં શરીરમાં ઓક્સિજનના અભાવને કારણે બેભાન અવસ્થામાં જતો રહે છે. પહેલાં, આવી પરિસ્થિતિમાં દર્દીને 7 દિવસનો સમય લાગતો હતો.
એન 440 કે પ્રથમ વખત આંધ્રપ્રદેશના કુર્નુલમાં મળી આવ્યો હતો. ત્યારબાદ, તે તેલંગાણા, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં પણ જોવા મળ્યો. વૈજ્ઞાનિકોના મતે, આ વર્ષે જાન્યુઆરી સુધી આ વેરિએન્ટમાં ઘણા બધે મળી આવ્યો હતો. પરંતુ તે ફેબ્રુઆરીથી બદલાતો જોવા મળી રહ્યો છે અને માર્ચ અને એપ્રિલમાં મળેલા નમૂનાઓની તપાસમાં જાણ મળી છે કે હવે તે અદૃશ્ય થવા જઈ રહ્યો છે.
આંધ્રપ્રદેશના નવા વેરિએન્ટના નિષ્ણાતો કહે છે કે, તેની ઘાર ઓછી થઈ રહી છે. જીનોમ સિક્વિન્સીંગ બતાવે છે કે કોરોના વાયરસન આ પ્રકાર ઓછો સામે આવી રહ્યા જો કે, વી 1617 અને વી 117 નામક પ્રકારો હજી પણ ચિંતાનું કારણ છે.