મેરેજમાં હવે દુ્લ્હન રિયલ ફ્લાવરર્સથી પોતાને સજાવે છે- મેંહદીથી લઈને પીઠીની રશમમાં ફ્લોરલ જેવેલરીનો ટ્રેન્ડ
- સાચા ફુલોના આભુષણોનો ક્રેઝ
- દુલ્હન હવે રિયલ ફ્લાવરના ઓરનામેન્ટસ પસંદ કરે છે
ફૂલોં સા ચહેરા તેરા, કલીયોં સી મુસ્કાન હૈ,…..આ સોંગ જાણે 21મી સદીની દુલ્હોનો માટે બંધ બેસતુ કહી શકાય ,જી હા કારણ કે હવે રીયલ ફ્લાવરના ઘરેણાથી દુલહનો સજીઘજી રહી છે,હાલ લગ્નની સિઝન શરુ થઈ ચૂકી છે જો કે કોરાનાકાળને કારણ 50 થી 20 લોકોની મહેમાનીમાં લગ્ન પતાવતા થયા છે, જો કે ઓછા મહેમાનો વચ્ચે પણ લગ્નનો તામ જામ તો સુંદર અને આકર્ષક જ કરતા હોય છે.
આ સમયમાં લગ્નમાં દુલ્હન સાચા ફુલોના ઘરેણાથી પોતાને શોભાવતી હોય તેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મેહંદીનું ફક્શન હોય કે પીઠીનું મોટા ભાગની બ્રાઈડલ પોતાના આભુષણો મન પસંદના ફ્લાવરમાંથી બનાવે છે, જે પહેરવામાં ખૂબ જ આકર્ષક લાગે છે, એ વાત પણ છે કે તેને બીજી વખત યૂઝ નથી કરી શકાતા પરંતુ આપણો એક સમયનો પ્રસંગ તો સાચવી જ લે છે.
ગુજારત રાજ્યની જો ખાસ વાત કરીએ તો હવે અનેક ઘર્મના લગ્ન પ્રસંગમાં હવે બ્રાઈડલ સીલ્વર, ગોલ્ડ નહી પરંતુ સાચા ફઅલાવર જેવા કે ,ગુલાબ, મોગરા, ગલગોટા,જેસમીન,રાતરાણી, વેલી ફ્વાર, કરણ, આ દરેકની કલીઓમાંથી સુંદર મજાના બનતા ઘરેણા પહેરવાનું પસંદ કરે છે.
જુદા જુદા રંગો અને પ્રકારના ફૂલોથી બનતી ફલોરલ જવેલરીમાં સેટ, માંગટીકો, બ્રેસલેટ, વીંટી, પાયલ, હાથની કલી દુલ્હનને આકર્ષક લૂક આપે છે.જેવા રંગના કપડા પહેર્યા હોય છે તેવા જ આભુષણો માળીઓ પાસે ઓર્ડર આપીને બનાવે છે, આ ઘરેણા પણ બે રીતના હોય છે, એક મોટા ઘરેણાઓ અને બીજા નાના, દુલ્હન અને સાઈડર બન્ને પોતાના ફેશને શોભે તે પ્રમાણે આ ઘરેણાઓ બનાવડાવે છે, અને પોતાની સુંદરતામાં ઓર વધારો કરે છે.
આ સાથે જ નાની બેબીઓ માટે પણ રિયલ ફ્લાવરની ટ્યારાનો ક્રેઝ ખૂબજ ચાલી રહ્યો છે, બેબી ગર્લની બર્થ ડે પાર્ટીમાં પણ હવે લોકો સાચા ફુલોની ટ્યારા પહેરાવીને પોતાની લાડલીને પરીનો લૂક આપતા થયા છે.