1. Home
  2. ગુજરાતી
  3. ભારતનો મહત્વનો નિર્ણય – 5જી નેટવર્ક પરિક્ષણમાં ચીનની કંપનીઓની હશે ગેરહાજરી
ભારતનો મહત્વનો નિર્ણય – 5જી નેટવર્ક પરિક્ષણમાં ચીનની કંપનીઓની હશે ગેરહાજરી

ભારતનો મહત્વનો નિર્ણય – 5જી નેટવર્ક પરિક્ષણમાં ચીનની કંપનીઓની હશે ગેરહાજરી

0
Social Share
  • ભારત સરકારનો મહત્વનો નિર્ણય
  • 5જી પરિક્ષણમાં ચીનની કંપનીઓ નહી સામેલ થાય

દિલ્હીઃ-ચીને તેની કંપનીઓને ભારતમાં 5 જી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી ન આપવાના સરકારના નિર્ણય બદલ અફસોસ વ્યક્ત કર્યો છે. ચીની દૂતાવાસીના પ્રવક્તા વાંગ શિયાઓઝિયાને બુધવારે કહ્યું હતું કે અમે સંબંધિત સૂચના જોઇ છે અને ચિની ટેલિકોમ કંપનીઓને ભારતમાં ભારતીય ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે 5 જી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી ન આપવાના નિર્ણય અંગે અફસોસ વ્યક્ત કરીએ છીએ.

દૂરસંચાર વિભાગે રિલાયન્સ જિઓ, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને એમટીએનએલ જેવી ટેલિકોમ કંપનીઓ તરફથી દેશમાં 5 જી ટ્રાયલ લેવા માટે અરજીઓને મંજૂરી આપી દીધી છે પરંતુ તેમાંથી કોઈ પણ ચીની કંપનીઓની તકનીકનો ઉપયોગ કરશે નહીં.

આ સમગ્ર બાબતને લઈને વાંગે કહ્યું હતું કે, ચાઇનીઝ ટેલિકોમ કંપનીઓને પરિક્ષણમાંથી દૂર રાખવાથી તેમના કાયદાકીય હકો અને હિતોને નુકસાન થશે જ આ ઉપરાંત ભારતીય વ્યાપાર પ્રણાલીમાં સુધારાને પણ અવરોધ થશે જે સંબંધિત ભારતીય ઉદ્યોગોના નવીનતા અને વિકાસ માટે યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે ભઆરતમાં 5જી પરિક્ષમને લઈને નાગરિકો પરેશાન છે,ભારતમાં 5G ઇન્ટરનેટ ટાવર પરિક્ષણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ભારત સહિત આજે વિશ્વભરમાં 5G નેટવર્કનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 5G નેટવર્ક ધરતી માટે એક મોટું જોખમ સાબિત થાય છે .

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code