1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિટી સ્કેનથી નુકસાન થતું હોવાની વાત ગેરમાર્ગે દોરનારી, કોવિડ-19ના ચોક્કસ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે સિટી સ્કેન ઉપયોગી: IRIA
સિટી સ્કેનથી નુકસાન થતું હોવાની વાત ગેરમાર્ગે દોરનારી, કોવિડ-19ના ચોક્કસ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે સિટી સ્કેન ઉપયોગી: IRIA

સિટી સ્કેનથી નુકસાન થતું હોવાની વાત ગેરમાર્ગે દોરનારી, કોવિડ-19ના ચોક્કસ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે સિટી સ્કેન ઉપયોગી: IRIA

0
Social Share
  • ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ અસોસિએશને ડૉ. ગુલેરિયાના નિવેદનને વખોડ્યું
  • કહ્યું કે – સિટી સ્કેનથી 400 એક્સ-રે જેટલું નુકસાન થવાની વાત ગેરમાર્ગે દોરનારી છે
  • સિટી સ્કેન ચોક્કસ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે

નવી દિલ્હી: થોડાક સમય પહેલા સિટી સ્કેનથી 300-400 એક્સ-રે જેટલું નુકસાન થતું હોવાનું AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું અને તેનાથી કેન્સર થતી હોવાની વાત પણ કરી હતી. જો કે તેમના આ નિવેદનને ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ અસોસિએશને કડક શબ્દોમાં વખોડ્યું હતું. તેમણે ડૉ. ગુલેરિયાએ આપેલા નિવેદનને ગેરમાર્ગે દોરનારું તેમજ લોકોમાં અસમંજસ ઉપસ્થિત કરનારું ગણાવ્યું હતું.

પ્રાપ્ત જાણકારી અનુસાર ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ અસોસિએશને એક અખબારી યાદી જાહેર કરીને ડૉ. ગુલેરિયાના નિવેદનને વખોડતા કહ્યું હતું કે, કોવિડ-19ના દર્દીઓની તપાસમાં RT-PCR ખૂબ ઉપયોગી સાબિત થયું છે. સિટી સ્કેન ચોક્કસ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે, જ્યારે RT-PCR નેગેટિવ મ્યુટન્ટ વેરિયન્ટ, ટેકનિકલ એરિયર તથા લો વાયરલ લોડના કારણે થાય છે. સિટી સ્કેન આ પ્રકારના દર્દીઓ માટે ઉપયોગી છે. જેથી તેમની ત્વરિત સારવાર શરૂ કરી શકાય અને તે લોકોને સુપર સ્પ્રેડર બનતા રોકી શકાય.

‘RT-PCR ટેસ્ટ નિદાન માટે ઉપયોગી છે. ચેસ્ટ સીટી સ્કેન રોગની તીવ્રતાનો તબક્કો નક્કી કરવા માટે એટલું જ ઉપયોગી છે, ખાસ કરીને લક્ષણો ધરાવતા દર્દીઓ માટે. કોવિડ-19ના દર્દીઓને આપવામાં આવતો સીટી સ્કોર દર્દીની પ્રાથમિક સારવાર કરવામાં ઉપયોગી થઈ શકે છે. આ સ્કોરની મદદથી તબીબો એ પણ નક્કી કરી શકે છે કે, દર્દીને હોમ ક્વોરન્ટિન કરવા પડશે કે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. સીટી ટેસ્ટ બીમારી હળવી, મધ્ય કે ગંભીર છે તે નક્કી કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે’.

જો કોઇ રોગ વધી કે ઘટી રહ્યો છે તો તે પણ ચેસ્ટ સિટી સ્કેન દ્વારા સચોટ રીતે જાણવા મળે છે. અણધાર્યા ફેરફાર ધરાવતા કોવિડ-19 જેવા રોગમાં દર્દીને સમયસર સારવાર મળે તે આવશ્યક છે.

તેમણે ડૉ. ગુરેલિયાના નિવેદનને વખોડતા કહ્યું કે, ચેસ્ટ સિટી સ્કેનથી 300-400 એક્સ-રે જેટલું નુકસાન થતું હોવાની વાત 30-40 વર્ષ પહેલાની વાત છે. હાલના આધુનિક સિટી સ્કેનર્સ ફક્ત 5-10 એક્સ-રે જેટલી અસર કરે છે. સમગ્ર વિશ્નના રેડિયોલોજીસ્ટ સ્કેન દરમિયાન ઓછામાં ઓછા રેડિયેશનનો ઉપયોગ કરે છે. સિટી-ટેસ્ટ કરાવવાથી ફેફસાંનું કેન્સર થતું હોવાની વાત પણ ખોટી છે. ચેસ્ટ સિટી સ્કેન કરાવવા દરમિયાન મળતું રેડિયેશન કોઇપણ વ્યક્તિને એક વર્ષ દરમિયાન મળતા રેડિયેશન સમાન છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code