પાકિસ્તાનથી ઓક્સિજન મંગાવવા પર પંજાબ રાજ્યએ ઈચ્છા દર્શાવી, પરંતુ કેન્દ્ર સરકારે ના પાડી
- ભારતનું પંજાબ રાજ્ય પાકિસ્તાનથી ઓક્સિજન લેવા તૈયાર
- કેન્દ્ર સરકારે પંજાબની ઈચ્છાને નકારી
- લાહોરથી ઓક્સિજન લેવાની ઈચ્છા કરી હતી વ્યક્ત
અમૃતસર: વિશ્વમાં હાલ એવુ સંકટ આવી પડ્યુ છે કે જેમાં લોકો તમામ સંબંધ ભૂલીને માનવતાનો સંબંધ પહેલા ઓળખી રહ્યા છે. પંજાબમાં પણ સ્થિતિ આવી જ છે કે જેમાં પંજાબની સરકારે પાકિસ્તાનથી ઓક્સિજનની આયાત કરવાની ઈચ્છા દર્શાવી છે. જો કે પંજાબ સરકારની આ ઈચ્છાને કેન્દ્ર સરકાર દ્વારા નકારી દેવામાં આવી છે.
પંજાબ સરકારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યુ કે રાજય સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહને પત્ર લખીને 50 મેટ્રીકટન ઓકસીજન અને 20 વધારાના ટેન્કર પુરા પાડવા માટે મંજુરી માંગી કરવામાં આવી હતી. પંજાબ સરકારે કહ્યું કે અમને 350 કીમી પર પાનીપતથી ઓક્સિજન અપાય છે જેની સામે પાકિસ્તાનનું લાહોર ફકત 50 કી.મી. દૂર છે જેથી અમને ઝડપી ઓકસીજન સપ્લાય મળશે અને કેન્દ્રને પણ ચીંતા ઘટશે પણ સરકારે તે દરખાસ્ત સ્વીકારી નથી.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અનેક દેશો પાસેથી ઓક્સિજન તથા અન્ય જરૂરી વસ્તુઓની આયાત કરી રહી છે. લોકોને તમામ પ્રકારની મદદ મળી રહે તે માટે તમામ પ્રયાસો પણ કરી રહી છે.