Artificial intelligence: કોરોના સામેની લડતમાં વૈજ્ઞાનિકો માટે હવે AI ટેકનોલોજી બનશે સૌથી મદદરૂપ
- કોરોના સામેની લડાઈમાં વૈજ્ઞાનિકોનું નવું હથિયાર
- Artificial intelligence ની લઈ શકે છે મદદ
- વૈજ્ઞાનિકોએ બનાવ્યું મશીન લર્નિંગ ટૂલ
દિલ્લી: કોરોના હવે ક્યાંથી ફેલાયો તેના વિશે તો મોટા ભાગના દેશોની પાસે કોઈ સટીક જાણકારી નથી, લોકો અંદાજ લગાવી રહ્યા છે કે કોરોના ચીનથી ફેલાયો છે પરંતુ હવે મોટી સમસ્યા એ છે કે કોરોનાના સંક્રમણને રોકવુ કેવી રીતે.?
કોરોનાના સંક્રમણને રોકવા માટે વૈજ્ઞાનિકો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે. પ્રયોગોની પ્રક્રિયાને વેગ આપવા અને તેના પર ભાર ઘટાડવા માટે વૈજ્ઞાનિકોએ મોલિક્યૂલ્સમાં રહેલા એન્ટી-કોરોનાવાયરસ ગુણધર્મો સ્ક્રીન કરવા મશીન લર્નિંગ ટૂલ બનાવ્યું છે. જેને REDIAL-20 તરીકે ઓળખવામાં આવે છે. જે કોમ્પ્યુટેશન મોડેલ્સનું સ્યુટ છે. જે એવું મટેરીયલ શોધે છે, જે વૈજ્ઞાનિકોને એવા મટેરિયલને શોધવામાં મદદ કરે છે, જેના દ્વારા SARS-CoV-2ને રોકી શકાય. આ AI ટેક્નોલોજી અગાઉથી ઉપલબ્ધ ડેટા પર ટ્રેઈન કરેલી હશે.
વૈજ્ઞાનિકો દ્વારા જે પદ્ધતિને શોધવામાં આવી છે તે કોવિડ 19ના સંક્રમણ સામે કેવી રીતે કાર્ય કરશે તે ચકાસી શકે છે. પ્રોજેક્ટના વિજ્ઞાનિક અને ન્યુ મેક્સિકો યુનિવર્સિટીના ટ્રાન્સલેશનલ ઈન્ફોર્મેટિક્સ વિભાગના ચીફ ટ્યુડર ઓપેરાનું કહેવું છે કે, આ પ્રયોગોને અમુક અંશે બદલે છે. આ સંશોધન 2 મે 2021ના રોજ નેચર મશીન ઇન્ટેલિજન્સમાં પ્રકાશિત થયું હતું.