અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના નાણાંકિય વર્ષ 2021ના પૂરા વર્ષના અને નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાના એકંદર પરિણામો
નાણાંકિય વર્ષ 2021માં રોકડ નફો YoY 45 ટકા વધીને રૂ.2,929 કરોડ થયો
નાણાંકિય વર્ષ 2021માં કરવેરા પછીનો નફો 82 ટકા વધીને રૂ.1,290 કરોડ થયો
ચોથા ત્રિમાસિક ગાળામાં રોકડ નફો YoY 51 ટકા વધીને રૂ.639 કરોડ થયો
ચોથા ત્રિમાસિક ગાળામાં કરવેરા પછીનો નફો YoY 333 ટકા વધીને રૂ.257 કરોડ થયો
નાણાંકિય વર્ષ 2021ની સંચાલનલક્ષી રૂપરેખાઃ
ટ્રાન્સમિશન
- ટ્રાન્સમિશન સિસ્ટમની ઉપલબ્ધિ 99.87 ટકા જેટલી મજબૂત રહી
ડિસ્ટ્રીબ્યુશન
- પૂરવઠાની ભરોંસાપાત્રતા 99.99 ટકા જેટલી જળવાઈ (ASAI)
- ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં કલેકશનની કાર્યક્ષમતા 100 ટકાથી વધુ રહી
- ગ્રાહકો દ્વારા ડીજીટલ માર્ગો અનેકગણા અપનાવવાના કારણે કુલ કલેક્શનમાં ઈ-પેમેન્ટની ટકાવારી નાણાંકિય વર્ષ 2020માં 48.6 ટકા હતી તે વધીને નાણાંકિય વર્ષ 2021માં 67.2 ટકા થઈ
નાણાંકિય વર્ષ 2021ની નાણાંકિય રૂપરેખાઃ
- રોકડ નફો 45 ટકા વધીને રૂ.2,929 કરોડ થયો
- કરવેરા પછીનો નફો 82 ટકા વધીને રૂ.1290 કરોડ થયો
- શેર દીઠ કમાણી અગાઉના વર્ષે રૂ.2.94 હતી તે YoY 207 ટકા વધીને રૂ.9.02 થઈ
- એકંદર સંચાલનલક્ષી એબીટા નાણાંકિય વર્ષ 2020માં રૂ.4,055 કરોડ હતો તે 4 ટકા વધીને રૂ.4,233 કરોડ થયો.
- ટ્રાન્સમિશનનો ઓપરેશનલ એબીટા 4 ટકા વધીને 92 ટકાના માર્જીન સાથે રૂ.2,574 કરોડ થયો.
- ડિસ્ટ્રીબ્યુશનનો ઓપરેશનલ એબીટી 5 ટકા વધીને રૂ.1659 કરોડ થયો.
નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાની નાણાંકિય રૂપરેખા (YoY)
- રોકડ નફો 51 ટકા વધીને રૂ.639 કરોડ થયો
- કરવેરા પછીનો નફો 333 ટકા વધીને રૂ.257 કરોડ થયો
- એકંદર ઓપરેશનલ એબીટા અગાઉના વર્ષે રૂ.875 કરોડ હતો તે અહેવાલના ત્રિમાસિક ગાળામાં 18 ટકા વધીને રૂ.1,034 કરોડ થયો
- ટ્રાન્સમિશનનો ઓપરેશનલ એબીટા 6 ટકા વધીને રૂ.656 કરોડ થયો.
- ડિસ્ટ્રીબ્યુશનનો ઓપરેશનલ એબીટા 47 ટકા વધીને રૂ.377 કરોડ થયો
અન્ય નાણાંકિય વિશેષતાઓઃ
- નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં MEGPTCL અંગે સાનુકૂળ નિયમનલક્ષી હુકમના કારણે ATL ના કોન્સોલિડેટેડ એબીટામાં ~રૂ.60 કરોડનો રિકરીંગ વાર્ષિક લાભ થશે
અમદાવાદ, તા.6 મે, 2021: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન કંપની અને વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી જૂથના હિસ્સારૂપ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે (“ATL”), તા.31 માર્ચ, 2021ના રોજ પૂરા થતા વર્ષના નાણાંકિય અને સંચાલનલક્ષી કામગીરીના પરિણામો જાહેર કર્યા છે.
સંચાલનની રૂપરેખા:
- નાણાંકિય વર્ષ 2021માં ઓર્ગેનિક અને ઈનોર્ગેનિક વૃધ્ધિના કારણે ટ્રાન્સમિશન નેટવર્કમાં 2,536 cktkms નો ઉમેરો થતાં કુલ નેટવર્ક 17,276 cktkms થયું.
- 99.87 ટકાથી વધુ મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપલબ્ધિ રહી
- ભૂમિગત પડકારો છતાં ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં ખાત્રીપૂર્વક 99.99 ટકાથી વધુ પૂરવઠાની ભરોંસાપાત્રતા રહી
- અગાઉના વર્ષે 7.37 ટકા વિરૂધ્ધ અહેવાલના ગાળામાં ડિસ્ટ્રીબ્યુશન લૉસ 7.82 ટકા રહ્યો
- નાણાંકિય વર્ષ 2021માં AEML 100 ટકાથી વધુ કલેક્શન એફિશ્યન્સી હાંસલ કરી શકી
નાણાંકિય રૂપરેખા- ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનઃ
- નાણાંકિય વર્ષ 2021માં સ્થિર ટ્રાન્સમિશન બિઝનેસના કારણે ઓપરેશનલ આવક રૂ.2,792 કરોડ અને ઓપરેશનલ એબીટા રૂ.2,574 કરોડ રહેવાના પરિણામે 92 ટકાનો મજબૂત માર્જીન હાંસલ થયો.
- ઓપરેશનલ આવકમાં 20 ટકાના ઘટાડા છતાં નાણાંકિય વર્ષ 2021માં ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસનો ઓપરેશનલ એબીટા 5 ટકા વધ્યો
નાણાંકિય રૂપરેખા – કોન્સોલિડેટેડઃ
- નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં કોમર્શિયલ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઓછા વીજ વપરાશને કારણે નાણાંકિય વર્ષ 2021માં કોન્સોલિડેટેડ ઓપરેશનલ આવક રૂ.8,840 કરોડ જેટલી નીચી રહી હતી. આમ છતાં નાણાંકિય વર્ષ 2021માં ટ્રાન્સમિશન બિઝનેસની ઓપરેશનલ આવકને અસર થઈ ન હતી.
અન્ય મહત્વની વિશેષતાઓઃ
- ATL દ્વારા એસ્સેલ ઈન્ફ્રા પ્રોજેક્ટસ લિમિટેડની માલિકીની વરોરા-કૂર્નૂલ ટ્રાન્સમિશન લિમિટેડ (WKTL) હસ્તગત કરાતાં 1,750 cktkms નો ઉમેરો થતાં કુલ ટ્રાન્સમિશન નેટવર્ક 17,276 cktkms થયું.
- ગ્રાહકોએ અગાઉના વર્ષમાં 48.6 ટકાની તુલનામાં, નાણાંકિય વર્ષ 2021માં અનેકગણા ડીજીટલ માર્ગો અપનાવતા કંપની સાથેના વ્યવહારો 67.2 ટકા થયા (કુલ કલેક્શનમાં ઈ-પેમેન્ટની ટકાવારી)
- ઈલેક્ટ્રીસિટી એક્ટમાં સુધારો થતાં ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર માટે વૃધ્ધિની તકોમાં ભારે વધારો થયો.
નોંધઃ
- તા.20 એપ્રિલ, 2021ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રોવિઝનલ ઓપરેશનલ ડેટા કરતાં ડિસ્ટ્રીબ્યુશન લૉસ અને વેચાયેલા યુનિટમાં નજીવો તફાવત છે.
- નાણાંકિય વર્ષ 2021ની ઓપરેશનલ આવક અને ઓપરેશનલ એબીટામાં APTEL હુકમની રૂ.330 કરોડની વન-ટાઈમ પોઝીટીવ અસરનો સમાવેશ કરાયો નથી. APTELનો હુકમ MEGPTCL SPV ટ્રાન્સમિશન બિઝનેસની તરફેણમાં આવતાં MERC હુકમને આધારે નાણાંકિય વર્ષ 2020માં રૂ.254 કરોડની વન-ટાઈમ આવક ગણતરીમાં લેવાઈ છે, જેમાં નાણાંકિય વર્ષ 2020ની ઓપરેશનલ આવક અને ઓપરેશન એબીટાનો સમાવેશ થતો નથી (ટ્રાન્સમિશન બિઝનેસને લગતી રૂ.110 કરોડની વન-ટાઈમ આવક અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસને લગતી રૂ.144 કરોડની રેવન્યુની ઊણપ).
- રોકડ નફાની ગણતરી કરવેરા પછીનો નફો + ઘસારો + વિલંબીત વેરો + MTM ખોટ મુજબ કરાઈ છે. ASAI એટલે સરેરાશ સર્વિસ અવેલિબિલીટી ઈન્ડેક્સ, APTEL એટલે એપિલેટ ટ્રિબ્યુનલ ફોર ઈલેક્ટ્રીસિટી
કંપનીની કામગીરી અંગે વાત કરતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “વિતેલા બે દાયકામાં પાવર અને ટ્રાન્સમિશન ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. હાલમાં સૌભાગ્ય જેવી પહેલ અને રિન્યુએબલ્સ માટે દાખવવામાં આવતા ઝોકને કારણે વિજળીની ઉપલબ્ધિ નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તરી છે. આગામી બે દાયકામાં મહામારી પછી અર્થતંત્રમાં પુનરૂત્થાન તથા રોકાણકારોના હકારાત્મક દ્રષ્ટિકોણના કારણે નવી તકો ઉભી થશે. ATL રાષ્ટ્ર જ્યારે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી લીડરશીપના વળાંક ઉપર છે ત્યારે જરૂરિયાતો મુજબ ભવિષ્યની નવરચના માટે સંપૂર્ણપણે સજ્જ છે.”
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે “છેલ્લા થોડાં વર્ષમાં અદાણી ટ્રાન્સમિશન ઉભરી રહી છે. વર્ષ દરમ્યાન ATL ના બે હસ્તાંતરણ (APTL અને WKTL) થી કંપનીની દેશ વ્યાપી હાજરીને ગતિ મળી છે અને ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન કંપની તરીકેનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. વર્ષ 2022 સુધીમાં 20,000 ckt km ના ધ્યેયની નજીક પહોંચી છે. ATL તેના ક્ષેત્રમાં સતત ઉત્તમ સિમાચિહ્નો દર્શાવી રહી છે અને ડેવલપમેન્ટ એજન્ડાની સાથે સાથે વ્યૂહાત્મક અને સંચાલનલક્ષી પાસાંઓના જોખમો ઘટાડવાના ડેવલપમેન્ટ એજન્ડા, મૂડીની જાળવણી, ઉચ્ચ ક્રેડિટ ક્વોલિટીની ખાત્રી અને બિઝનેસમાં ઉત્કૃષ્ટતા માટે વ્યૂહાત્મક ભાગીદારીઓ હાથ ધરીને વહિવટના ઉચ્ચ ધોરણો સાથે વિશ્વસ્તરની સુસંકલિત યુટિલિટી બનવા માટે કેન્દ્રિત અભિગમ દાખવી રહી છે. આરોગ્ય અને મહામારીના મુદ્દાઓના કારણે પડકારો ઉભા થવા છતાં ATL સપ્તાહના સાતેય દિવસ, ચોવીસે કલાક ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો આપી રહી છે. મજબૂત ESG ફ્રેમવર્ક તરફની મજલમાં સલામતીની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને સહયોગીઓ માટે લાંબાગાળાના મૂલ્ય નિર્માણ માટેની ખેવના રાખે છે.”
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અંગેઃ
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) એ ભારતના સૌથી મોટા બિઝનેસ સમુદાયોમાં સમાવેશ પામતા અદાણી ગ્રુપની ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન શાખા છે. ATL એકંદરે ~17,200 ckt km ના એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક સાથે દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, જેમાંથી ~12,350 ckt km કાર્યરત છે અને ~4,850 ckt km બાંધકામના વિવિધ તબક્કામાં છે. ATL તેના ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસના સંચાલન મારફતે મુંબઈમાં આશરે 30 કરોડથી વધુ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડે છે. આગામી વર્ષોમાં ભારતની વિજળીની જરૂરિયાત ચાર ગણી થવાની છે ત્યારે ATL મજબૂત અને ભરોંસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્કનું નિર્માણ કરવા અને રિટેઈલ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવા તથા વર્ષ 2022 સુધીમાં “પાવર ફોર ઓલ” નું ધ્યેય હાંસલ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
(સંકેત મહેતા)