અમેરિકાના કોરોના વેક્સિનની પેટેંટ હટાવવાના વિચારને યુરોપિયન સંઘનું સમર્થન
- કોરોના વેક્સિનની પેટેંટની હટાવવાનો અમેરિનો વિચાર
- યુરોપિયન સંઘએ કર્યું અમેરિકાના વિચારનું સમર્થન
- વિશ્વભરના દેશોને વેક્સિન સરળતાથી મળી રહેવાની સંભાવના
દિલ્લી: યુરોપિયન યુનિયનએ કોરોના વેક્સિનની પેટન્ટ્સ દૂર કરવા અંગેના અમેરિકાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડર લેયેને કહ્યું કે યુરોપિયન યુનિયન આ દરખાસ્ત પર વિચાર કરવા તૈયાર છે, જેથી તે વિશ્વભરમાં રસીઓની પ્રાપ્યતામાં વધારો કરવાની કામગીરીને વેગ આપી શકે.
યુરોપિયન યુનિયનમાં આર્થિક રીતે મજબુત ગણાતા જર્મની આ વાતને ફગાવી દીધી છે. હાલ તમામ દેશ વેક્સિનેશન પ્રક્રિયાને વધારે મહત્વ આપી રહ્યા છે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ તે પણ કહ્યું છે કે આફ્રિકાના દેશો પણ વેક્સિન પહોંચાડવી પડશે. કોઈ પણ ભોગે વેક્સિનનું ઉત્પાદન વધારવુ જ પડશે.
ભારતમાં અત્યારે વિશ્વનું સૌથી ઝડપી વેક્સિનેશ ચાલી રહ્યું છે કે જ્યાં રોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. અમેરિકાની સરકાર દ્વારા પણ ભારતને રો-મટીરીયલ આપવામાં આવ્યું છે જેનાથી 2 કરોડ જેટલા ડોઝ વધારે બનાવી શકાશે.