- લિપ્સ્ટિક કરતા પહેલા હોઠ પર 1 મિનિટ વેસેલિન લગાવી મસાજ કરીલો
- લિપ્સ્ટિક લગાવ્યા બાદ હોછને જીભથી ટચ ન કરો
મહિલાઓ સુંદર અને આકર્ષક દેખાવવા માટે અનેક મેકઅક કરીને પોતાની જાતને સજાવતી હોય છે, પરંતુ હાલ શિયાળશાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં મેકઅપ બાબતે મહિલાઓએ ખાસ ધયાન આપવું જોઈએ, કારણ કે શિયાળામાં ભએજના કારણે સ્કિન લીપ્સ ડ્રાય થઈ જતા હોય છે. જેના કારણે લીપ્સ ફાટવાની વધુ ફરીયાદ રહે છે.
ખાસ કરીને લિપ્સ્ટિકમાં મેટથી લઈને સાટિન ફિનીશ જેવા અનેક પ્રકારની લિપસ્ટિક બજારમાં ઉપલબ્ધ હોય છે જો કે ઘણી વખ ઉતાવળમાં લિપ્સ્ટિક લગાવતા વખતે આપણે ઘણી નાની નાની ટિપ્સને ફોલો કરવાનું ભૂલી જઈએ છે.
લિપ્સ્ટિક લગાડતી વખતે લિપ સ્ક્રબ કે પછી બેબી ટૂથબ્રશનો ઉપયોગ કરીને હોઠને સ્ક્રબ કરી લેવા જેથી રુસ્ક હોઠ લીસા બની જોય અને લિપ્સ્ટિક સરળતાથી લાગી શકે
લિપ્સ્ટિક લગાડતા પહેલા હોઠને સાફ કરીને લીપ બામ કે પછી મોઈશ્ચરાઈઝર જરૂરથી લગાડવું જોઈએ
જો બીજે દિવસે તમારે મેકઅપ કરવાનો હોય તો તેની આગલી રાત્રે સૂતા પહેલા લીપ બામ, કોપરેલ તેલ, વાઈટ બટર કે પછી લીપ સ્લીપીંગ માસ્ક લગાડી શકો છો. તેનાથી તમારા હોઠ મોઈશ્ચરાઈઝ અને સુવાળા બનશે.
લિપ્સ્ટિક લગાડતા પહેલા લીપલાઈનરનો ઉપયોગ કરો,જેનાથી લિપસ્ટિક ફેલાઈ જવાનો કે આડીઅવળી લાગવાનો ડર નહી રહે, છેઆ માટે તમારા હોઠના શેપ પ્રમાણે બોર્ડર લાઈન કરી લો ત્યાર બાગ તેની અંદર લિપ્સ્ટિક અપ્લાય કરો.
લાઈનનો રંગ તમારા લિપસ્ટિકના રંગથી થોડો ઘેરો હોય તેનું પણ ધ્યાન રાખો. જો તમારે તમારા હોઠ મોટા દર્શાવવા હોય તો તમે ન્યુડ રંગ પણ વાપરી શકો છો.