- રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું નિધન
- છેલ્લા કેટલાક સમયથી કોરોનાની સારવાર ચાલી રહી હતી
- રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે પણ આ વાતની પુષ્ટિ કરી છે
નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું નિધન થયું છે. કાળમુખા કોરોનાએ ચેતન સકારિયાના પિતાનો ભોગ લીધો છે. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે પણ આ વાતની પુષ્ટી કરી છે. મેનેજમેન્ટે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્રેન્ચાઇઝીએ લખ્યું છે કે ખૂબ જ દુ:ખની લાગણી સાથે કહેવું પડી રહ્યું છે કે, કાંજીભાઇ સકારિયા કોરોના સામેની જંગ હારી ગયા છે. અમે ચેન સકારિયાના સંપર્કમાં છીએ. આ કઠીન સમયમાં તેમને અને તેમના પરિવારને હર સંભવ સહાયતા પ્રદાન કરશે.
It pains us so much to confirm that Mr Kanjibhai Sakariya lost his battle with Covid-19 earlier today.
We're in touch with Chetan and will provide all possible support to him and his family in this difficult time.
— Rajasthan Royals (@rajasthanroyals) May 9, 2021
જ્યારે ચેતન સકારિયાને જાણવા મળ્યું હતું કે તેમના પિતા કોરોના સંક્રમિત થયા છે, ત્યારે તેમણે તરત જ પોતાની સેલેરી પિતાની સારવાર અર્થે મોકલી આપી હતી. સકારિયાએ એવું પણ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારના એક માત્ર કમાનાર સભ્ય છે. IPLથી મળેલા પૈસાને કારણ જ તેમના પિતાની સારવાર શક્ય થઇ હતી.
નોંધનીય છે કે IPL 2021માં ચેતન સકારિયાએ 7 વિકેટ ખેરવી હતી, જાન્યુઆરી 2021 દરમિયાન તેણે પોતાના ભાઇને પણ ગુમાવ્યો હતો. આ સમયે ચેતન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતો હતો.
(સંકેત)