1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદના મ્યુનિ. શાળાઓના શિક્ષકોને રેશનિંગના અનાજ વિતરણની કામગીરી સોંપવા સામે વિરોધ
અમદાવાદના મ્યુનિ. શાળાઓના શિક્ષકોને રેશનિંગના અનાજ વિતરણની કામગીરી સોંપવા સામે વિરોધ

અમદાવાદના મ્યુનિ. શાળાઓના શિક્ષકોને રેશનિંગના અનાજ વિતરણની કામગીરી સોંપવા સામે વિરોધ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યનિ.કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓના શિક્ષકોને કોરોનાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરીનો શાળાના શિક્ષકોએ વિરોધ પણ કર્યો હતો. શિક્ષકોને કોવિડ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની નોંધણી થતા દર્દીઓના સગાઓને માહિતી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં શિક્ષકોને કોરોના કાળમાં અલગ અલગ ડ્યુટી સોંપવામાં આવી હતી. ત્યારે આગામી સમય માટે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. હાલ કોરોનાને કારણે શાળા બંધ છે જેથી મ્યુનિસપિલ સ્કૂલોમાં મધ્યાહન ભોજન બંધ છે. માટે વિદ્યાર્થીઓ માટે અનાજની કુપન તૈયાર કરવામાં આવી છે અને કુપન પ્રમાણે નક્કી કરેલ અનાજની દુકાન પરથી વિદ્યાર્થીના વાલીઓને અનાજ આપવાનું રહેશે તે માટે દરેક સસ્તા અનાજની દુકાન પર એક શિક્ષકે હાજર રહેવાનુ રહેશે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલા અનાજની કુપન પરત લેવાની રહેશે અને તેમને અનાજ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ બોર્ડની શાળાઓના શિક્ષકોને કોવિડની કામગીરી સોંપાયા બાદ હવે તેમની સ્કુલના વિદ્યાર્થીઓના વાલીઓને સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયથી શિક્ષકોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિપત્રનો મ્યુનિ સ્કૂલ બોર્ડના શિક્ષક મંડળે વિરોધ કર્યો છે. હાલ વેકેશન ચાલી રહ્યું છે જેથી હાલ પૂરતું અનાજ વિતરણ કરવાની કામગીરી બંધ રાખવામાં આવે અને સ્કૂલો શરૂ થાય ત્યારે અનાજ આપવામાં આવે તેવી માંગણી કરી છે. મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકો અન્ય કામગીરી પણ કરે છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલ જણાવ્યું હતું કે, શિક્ષકો હાલમાં અનેક કામગીરી કરી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓએ વેક્સિન લીધી કે નહિ તે અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે અને તાવ કે અન્ય લક્ષણ હોય તો તેના અંગે પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. અત્યારે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને પણ વેકેશન આપવામાં આવ્યું છે જેથી વેકેશન બાદ વિતરણ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code