ભારતીય વૈજ્ઞાનિકોના જૂથે કેંસરના પરિક્ષણની સરળ રીત શોધી હોવાનો કર્યો દાવો – આ ટેસ્ટનું નામ HrC રાખ્યું
- કેંસરની સરળ પરિક્ષણ રીત શોધી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો
- આ ટેસ્ટનું HrC રાખ્યું, કહ્યું લોકોના જીવ બચાવી શકાશે
દિલ્હીઃ- ભારતીય જૈવ વૈજ્ઞાનિકોના એક જૂથે પ્રારંભિક તબક્કે કેન્સરને ઓળખવાની એક અત્યંત સરળ રીત શોધી કાઢવાનો દાવો કર્યો છે. આ સાથે, સમયસર આ રોગની સારવાર સાથે લાખો લોકોના જીવ બચાવી શકાશે તેમ પણ જણાવ્યું છે. આ કેંસરના સરળ પરિક્ષણને આ વર્ષના અંત સુધીમાં નિયમનકારી મંજૂરી મળી શકે તેવી શક્યતાઓ છે.
મુંબઇની એપીજેનર્સ બાયોટેકનોલોજી અને સિંગાપોરની ઝાર લેબ્સે આ પરીક્ષણનું નામ HrC રાખ્યું છે. આ પરિક્ષમમાં એક સામાન્ય બ્લડ ટેસ્ટ હોય છે, ત્યાર બાદ મોલીક્લૂઅર એનાલિસિસની જરુર પડે છે. આ બંને કંપનીઓનું નેતૃત્વ ભારતીય નેનોટેક વૈજ્ઞાનિક વિનય કુમાર ત્રિપાઠી અને તેના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. બર્લિનમાં તેમના સંશોધન પેપરની સમીક્ષા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં આ પરીક્ષણ 100 ટકા અસરકારક હોવાનું જણાવાયું છે.
ડો.ત્રિપાઠી અને તેમના પુત્રો આશિષ અને અનીશ આ કંપનીઓના સંચાલનમાં સામેલ છે. તેમણે મીડિયાને જણાવ્યું છે કે,1 હજાર લોકોની ક્લિનિકલ ટ્રાયલમાં, તેમનું આ પરીક્ષણ 25 જુદા જુદા પ્રકારના કેન્સરને ઓળખવામાં સફળ રહ્યું છે. જેનાથી હવે કેન્સરના સૌથી મોટા પડકારને સરળતાથી પાર કરી શકાશે, આ પરિક્ષણ પ્રારંભિક તબક્ક્માં જ આ રોગની ઓળખ કરી શકે છે.
આશિષ ત્રિપાઠીએ કહ્યું કે અમારો હેતુ પ્રથમ આ ટેકનોલોજીને ભારતમાં લાવવાનો છે.આ વર્ષના અંત સુધી તેની શરુાત કરનામાં આવી છે. પરંતુ આ માટે નિયમનકારી મંજૂરીની જરૂર રહેશે અને આ માટે દેશમાં સંબંધિત પક્ષો સાથે વાત કરવામાં આવી રહી છે. કેન્સરના આ પરીક્ષણ માટે એક સરળ બ્લેડ ટેસ્ટ અને પછી તેના પરમાણુ વિશ્લેષણની જરૂર છે. પરિવારે આ પરીક્ષણનું નામ HRC રાખ્યું છે