- ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આર.પી. સિંહના પિતાનું નિધન
- તેઓ છેલ્લા કેટલાક સમયથી કોરોનાથી સંક્રમિત હતા
- ખુદ આર. પી. સિંહે ટ્વીટર મારફતે આ જાણકારી આપી
નવી દિલ્હી: ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહના પિતાનું કોરોનાને કારણે નિધન થયું છે. આરપી સિંહે ટ્વિટ મારફતે આ જાણકારી આપી છે. તેમના પિતા શિવ પ્રસાદ સિંહ ઘણાં દિવસથી બીમાર હતા અને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
આર પી સિંહે ટ્વીટ કરીને લખ્યું હતું કે, મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે મારા પિતા શિવ પ્રસાદ સિહનું નિધન થયું છે. કોરોનાથી સંક્રમિત મારા પિતા 12 મેના રોજ અમે છોડીને ચાલ્યા ગયા. હું તમને બધાને વિનંતી કરું છું કે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. ઓમ શાંતિ ઓમ. રેસ્ટ ઇન પીસ.
It is with deepest grief and sadness we inform the passing away of my father, Mr Shiv Prasad Singh. He left for his heavenly abode on 12th May after suffering from Covid. We request you to keep my beloved father in your thoughts and prayers. RIP Papa. ॐ नमः शिवाय 🙏🙏
— R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) May 12, 2021
આર પી સિંહના પિતાના નિધન પર ક્રિકેટર સુરેશ રૈનાએ પણ દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, આરપી સિંહના પિતાના નિધનથી હું દુ:ખની લાગણી અનુભવું છું. તમારા પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઓમ શાંતિ.
થોડાક દિવસ પહેલા જ ભારતીય ટીમના પૂર્વ લેગ સ્પિનર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ કુમાર ચાવલાનું પણ કોરોનાને કારણે નિધન થયું હતું. ક્રિકેટરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ જાણકારી આપી હતી. તેઓ કોરોના વાયરસ અને અન્ય બીમારીથી પીડિત હતા. તે પહેલા રાજસ્થાન રોયલ્સના બોલર ચેતન સાકરિયાના પિતાનું પણ કોરોનાથી નિધન થયું હતું.
(સંકેત)