જાપાનના હોંશુમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 6 ની નોંધાઈ
- જાપાનમાં ભૂકંપના આંચકા
- 6 ની નોંધાઈ તીવ્રતા
- લોકોમાં ભયનો માહોલ
દિલ્હી : જાપાનના હોંશુમાં પૂર્વ કાંઠા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સવારે 5.28 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી છે.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. અત્યારે કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી
ઉલ્લેખનીય વાત એ છે કે હજુ થોડા દિવસ પહેલા જાપાનના હોંશુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ત્યાં આજે ફરી પાછા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે જાપાનમાં આવતા ભૂકંપના કારણે કેટલીક વાર માલ મિલકતને મોટુ નુક્સાન થતું હોય છે. પરંતુ હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે.તેના હજુ સુધી જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો છે.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.