ઈન્ડોનેશિયાના સુમાત્રામાં ભૂકંપના જોરદાર આંચકા, 6.6ની તીવ્રતા નોંધાઈ
- ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા
- 6.6ની તીવ્રતાથી આવ્યો ભૂકંપ
- જોરદાર આંચકા બાદ લોકોમાં ભયનો માહોલ
કોલકત્તા: ઈન્ડોનેશિયાના સુમાત્રામાં પશ્ચિમ દરિયાકાંઠે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુમાત્રાના ઉત્તર પશ્ચિમના દરિયાકાંઠે શુક્રવારે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
જાણકારી અનુસાર આ ભૂકંપના આંચકો જમીનની સપાટીથી 10 કીમીની ઉંડાઈએ આવ્યો હતો. અને સૌથી મહત્વની વાત એ છે કે ત્સૂનામીની કોઈ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત ઇન્ડોનેશિયા અથવા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશમાંથી હજી સુધી કોઈપણ પ્રકારની ઇજા કે નુકસાનની જાણ થઈ નથી.
મલેશિયાની રાજધાની કોલાલમપુરમાં પણ શુક્રવારે બપોરે 12.03 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યાના સમાચાર છે. જેની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.6 માપવામાં આવી છે. આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે.
tags:
Indonesia