ભારતીય મૂળની નીરા ટંડનને મળી મહત્વની જવાબદારી, જો બાઇડેનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક કરાઈ
- ભારતીય મૂળની નીરા ટંડનને મળી મહત્વની જવાબદારી
- જો બાઇડેનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક કરાઈ
દિલ્હી:અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા કેબિનેટ માટે ચૂંટાયેલા ભારતીય મૂળના નીરા ટંડનને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ બાઇડેન દ્વારા ઓફિસ ઓફ મેનેજમેન્ટ અને બજેટના વડા તરીકે ચૂંટાયા હતા,પરંતુ વિરોધ પ્રદર્શન વચ્ચે માર્ચમાં તેમનું નામાંકન પાછું ખેંચી લીધું હતું.
સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસના સ્થાપક જ્હોન પોડેસ્ટાએ એક નિવેદનમાં કહ્યું કે, નીરા બુદ્ધિમતા,સખત મહેનત અને રાજકીય દ્રષ્ટિએ બાઇડેન વહીવટ માટે નિર્ણાયક સાબિત થશે.
માર્ચમાં વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિ જો બાઇડેનના બજેટ કાર્યાલયમાં નીરા ટંડનને નિયામક બનાવવાના નામાંકન પ્રસ્તાવને પરત ખેંચી લીધો હતો. બંને પાર્ટીઓમાં નીરાના નામે ઉઠેલો વિરોધ ખત્મ કરવામાં આવી શક્યો ન હતો. નીરાએ પણ નામ પરત ખેચવાની ઘોષણા કરી દીધી હતી. કારણ કે તે ડેમોક્રેટિક અને રિપબ્લિકન વચ્ચેના ઉમેદવારીપત્રકની પુષ્ટિ કરવા માટે તે પૂરતા મતો મેળવવામાં નિષ્ફળ રહી હતી.
બાઇડેનની ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો દ્વારા નીરાના નામની પુષ્ટિ માટેની વિનંતી પણ નકારી કાઢી હતી. બાઇડેને તે પછી કહ્યું હતું કે, ‘શ્રીમતી ટંડને કહ્યું છે કે,મેનેજમેન્ટ અને બજેટ ડિરેક્ટર ઓફિસ માટેનું તેમનું નામાંકન પાછું ખેંચી લેવું જોઈએ અને મેં તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે.’