- આગામી રવિવારે બેંકની NEFT સેવા થશે પ્રભાવિત
- RBIએ તમામ ગ્રાહકોને આ સેવા પ્રભાવિત થવા અંગે કર્યા સૂચિત
- ટેકનિકલ અપડેશન બાદ સેવા ફરીથી શરૂ થશે
નવી દિલ્હી: જો તમે આગામી રવિવારે NEFT મારફતે કોઇ ટ્રાન્ઝેક્શન કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. કારણ કે તમે 23 મેના રોજ રવિવારના દિવસે NEFT મારફતે ફંડ ટ્રાન્સફર કરી શકશો નહીં. RBIએ આ સૂચના આપી છે.
RBIએ ઑનલાઇન ટ્રાન્ઝેક્શનનો યૂઝ કરતા યૂઝર્સને ખાસ સૂચના આપી છે કે, તમે 23મેના રોજ રવિવારે NEFTની મદદથી ઑનલાઇન ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. તમામ બેંક ગ્રાહકોને આ સૂચના અપાઇ છે.
RBI અનુસાર, NEFTની સેવા રાતે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે એટલે કે 23મી તારીખે રવિવારે 14 કલાક સુધી NEFTની સર્વિસ કામ કરશે નહીં. ડિજીટલ ટ્રાન્ઝેક્શનના કામ તમે શનિવારે જ પૂર્ણ કરી લો તે અનિવાર્ય છે. ટેકનિકલ અપડેશન બાદ આ સેવા પૂર્વવત થઇ જશે.
જો કે, રવિવારે RTGS સેવાને કોઇ અસર નહીં થાય, તે સેવા ચાલુ જ રહેશે.
RTGS સિસ્ટમને અગાઉ 18 એપ્રિલે અપડેટ કરાઇ હોવાથી હવે તે સેવામાં કોઇ અવરોધ જોવા નહીં મળે. આપને જણાવી દઇએ કે NEFT એ ડિજીટલ માધ્યમથી એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાનું એક માધ્યમ છે. તેમાં એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સુરક્ષિત રીતે નાણાં ટ્રાન્સફર કરી શકાય છે.