બ્લેકફંગસને લઈને AIIMSની ગાઈડલાઈન જાહેર, ધ્યાન રાખવુ જરૂરી
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ મહામારીની વચ્ચે હવે નવી સમસ્યા ઉભી થઈ છે જેનું નામ છે બ્લેક ફંગસ, દેશના કેટલાક રાજ્યોમાં લોકોમાં આ બીમારી જોવા મળી છે અને મહારાષ્ટ્રમાં તો 90 લોકોએ આ બીમારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્લી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ આ પ્રકારના કેસ જોવા મળ્યા છે.
હવે આ બીમારીથી લોકોને બચાવવા માટે એઈમ્સ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે બ્લેકફંગસની બીમારીને ઓળખવામાં મદદ કરી શકે છે.
કોને થઈ શકે છે બીમારી?
બ્લેકફંગસ નામની બીમારી ડાયાબિટીઝના દર્દીને થવાની સંભાવના વધારે છે. ડાયાબિટીઝ થયા બાદ સ્ટીરોઈડ અથવા ટોસીલીઝુમબ દવાઓનું સેવન કરતા લોકોને આ બીમારી થવાનું જોખમ રહે છે. કેંસરનો ઈલાજ કરાવતા દર્દી અથવા જૂની બીમારીથી પીડાતા દર્દીને વધારે જોખમ રહેલુ છે. આ બીમારી કોરોનાથી પીડિત લોકોને પણ વધારે સતર્ક રહેવાની જરૂર છે.
બ્લેક ફંગસ થવાના કારણો?
જો કોઈ પણ વ્યક્તિને લાગે છે કે તે તેનામાં બ્લેકફંગસના લક્ષણો છે તો તેણે તરત જ ENT ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ અથવ આંખોના એક્સપર્ટને મળવુ જોઈએ. જો ડાયાબિટીઝ છે તે સુગર લેવલને માપતા રહો અને તેની જાણ રાખો. કોઈ પણ બીમારી હોય તો તેની દવા લેતા રહો અને તેનું ધ્યાન રાખતા રહો. કોઈ પણ દર્દીએ જાતે સ્ટીરોઈડ લેવી જોઈએ નહી. અને ડૉક્ટરની સલાહ પછી જ વેક્સિન લેવી જોઈએ, MRI અને સીટી –સ્કેન કરાવવુ જોઈએ.