શું તમે જાણો છો શોખ માટે ખવાતું પાન આ રીતે તમારા આરોગ્યને પણ કરે છે ફાયદો
- નાગરવેલના પાનના અનેક ગુણો
- કફ, ખાસી અને ગળાના દૂખાવામાં આપે છે રાહત
સામાન્ય રીતે પાનમાં ઉપયોગમાં લેવામાં આવતા નાગરવેલના પાન જેને અંગ્રેજીમાં ‘Betel Leaf’ અને સંસ્કૃતમાં નાગવલ્લરી કે સપ્તશીરા કહે છે, તેના ઘણઆ ફઆયદાઓ પમ છે, આ પાન પાન સમાલામાં તો ખાવા માટે જાણીતા છે જ પરંતુ તેના કેટલાક ઔષધિ ગુણઓ પણ છે,આ પાનનું સેવન કરવાથી અનેક રોગોને દૂર કરવામાં મદદ કરે છે અને તેથી તેને ગ્રીન ગોલ્ડ તરીકે ઓળખાય છે.
- નાગરવેલનું પાન અનેર બિમારીનો રામબાણ ઈલાજ ધરાવે છે. પાન માત્ર આપણો મુખવાસ છે તેવું નથી. તે ઘણી બધી રીતે સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલ છે.
- પાનનો ઉપયોગ ધાર્મિક ક્રીયાઓમાં પણ થાય છે તેનું ખાસ મહત્વ છે
- નાગરવેલના પાનમાં ચૂનો, કાથો, સોપારી, કેસર, એલચી, કસ્તૂરી, જાયફળ, લવિંગ, ચણકબાબ, કપૂરનો ઉપયોગ કરવામાં આવતો. આ બધા સુગંધી પદાર્થોને કારણે પાન કફ વાયુને મટાડનાર, દીપન, પાચક, જંતુઘ્ન અને મોંને સુવાસિત કરનાર બની રહે છે.
- પાનમાં અજમેટના ફૂલ નાખીને તેનો રસ ગળી જવાથી ખાસી પણ મટે ઠે.
- આ પાનમાં કાથો મિક્સ કરીને ખાવાથઈ મોઢામાં પડેલા ચાંદા પણ મટે છે
- પાન દ્વારા દવાને પ્હોંચાડવાનું સરળ પડે છે.પાનની લાળમાં એવા પ્રોટીન હોય છે જે મુખમાં બેક્ટેરિયાની વૃદ્ધિનો સામનો કરે છે
- પાનના સેવનથી દાંત પર જે છારી બાજે છે તે ક્રિયાને ઘટાડવામાં મદદ મળે છે.
- રસાયણો હોય છે જે તે હૃદયના ધબકારાનું નિયમન કરે છે અને રક્ત વાહિનીઓને વિરામ આપે છે
tags:
Nagarvel leaves