એન્ટાર્કટિકામાં ગ્લેશિયર તૂટ્યુ, કદ દિલ્લી શહેરથી 3 ગણુ મોટુ
દિલ્લી: ક્લાઈમેટ ચેન્જની અસર જો સૌથી વધુ થઈ રહી હોય તો તે છે એન્ટાર્કટિકા પર – જે બરફનો ગઢ કહેવામાં આવે છે. ક્લાઈમેટ ચેન્જ થવાના કારણે ત્યાં બરફ પીગળી રહ્યો છે અને હવે ફરીવાર ગ્લેશિયર તૂટ્યુ છે જેનું કદ દિલ્લી શહેરથી 3 ગણુ મોટુ છે. આ ગ્લેશિયરનું કદ 170 કીમી લાંબો છે અને 25 કીમી પહોળો છે. તેનું સંપૂર્ણ કદ 4320 સ્ક્વેર કીલોમીટરનું છે.
એન્ટાર્કટિકામાં ગ્લેશિયર તૂટ્યુ તેના ફોટો યુરોપિયન સ્પેશ એજન્સીના સેટેલાઈટ કોપરનિક્સ સેન્ટિનલ દ્વારા લેવામાં આવી છે. આ સેટેલાઈટ પૃથ્વીના ધ્રુવીય વિસ્તારોમાં નજર રાખે છે. એન્ટાર્કટિકામાં આ પ્રકારની ઘટનાઓ બનવાથી વિશ્વના તમામ વિજ્ઞાનીઓ ચીંતામાં છે. આ તૂટલા ગ્લેશિયરને A-76 નામ આપવામાં આવ્યું છે.
નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટરના કહેવા અનુસાર આ ગ્લેશિયરના તૂટવાથી સમુદ્ર પણ તરત કોઈ અસર થશે નહી, પણ પરોક્ષ રીતે જળસ્તર વધી શકે છે. નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટર દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે એન્ટાર્કટિકા એ પૃથ્વીના અન્ય વિસ્તારોની તુલનામાં ઝડપથી ગરમ થઈ રહ્યું છે. અને એન્ટાર્કટિકાના બરફમાં એટલુ બધુ પાણી છે કે જો તે ઓગળી જાય તો વિશ્વમાં સમુદ્રના જળસ્તરમાં 200 ફૂટ જેટલો વધારો થઈ શકે છે.
વૈજ્ઞાનિકોનું A-76 વિશે માનવું છે કે જળવાયુ પરિવર્તનના કારણે નહી પરંતુ પ્રાકૃતિક કારણોસર તૂટ્યો છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે દળના વૈજ્ઞાનિક લોરા ગેરિશે ટ્વિટ કરીને જણાવ્યું કે એ-76 અને એ-74 પોતાની મુદ્દત ખત્મ થયા બાદ પ્રાકૃતિક કારણોસર તૂટ્યા છે. આના તૂટવા પર નજરા રાખવા જેવી છે. નેચર પત્રિકા અનુસાર 1880 બાદ અત્યાર સુધીમાં વિશ્વમાં દરિયાના જળસ્તરમાં 9 ઈંચનો વધારો થયો છે.