રાજકોટ: કાલાવડના રણુંજા ગામનું રામાપીર મંદિર ભક્તો માટે બંધ, કોરોનાને લઈને લેવાયો નિર્ણય
- રણુંજા ગામનું સુપ્રસિદ્ધ મંદિર બંધ
- કોરોનાને લઈને મંદિર પ્રશાસને લીધો નિર્ણય
- કેસ ઓછા થતા જલ્દી ખુલે તેવી સંભાવના
રાજકોટ: કોરોનાવાયરસના સંક્રમણની અસર દેશના તમામ વેપાર, ધંધા, શિક્ષણ, અને અન્ય સ્થળો પર પડી છે. ત્યાં સુધીકે જે સંકટમાં લોકો ભગવાનને યાદ કરે છે, એ ભક્તો પણ કાળમુખા કોરોનાને કારણે મંદિર જઈ શક્તા નથી. કોરોનાવાયરસના વધતા કેસના કારણે મંદિરના પ્રશાસનો પણ મંદિરને બંધ રાખવાનો નિર્ણય લઈ રહ્યા છે ત્યારે રાજકોટના કાલાવડના રણુંજા ગામમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
મંદિરના પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણયને અનુસાર આગામી 31 મે સુધી મંદિરને બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. કાલાવડ તાલુકામાં દીવસે ને દિવસે કોરોના કેસની સંખ્યા વધી રહી છે. આ સાથે મંદિરમાં આરતી દર્શન,અન્નશ્રેત્ર,દર્શનાર્થીઓના ઉતારા માટે વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે.ટ્રસ્ટ્રી મંડળ દ્વારા ભાવિ ભક્તોને દર્શન ન કરવા આવવાની અપીલ કરાઇ છે. તેમજ ઘરે રહી ઓનલાઈન દર્શન કરવાનું કહેવામાં આવ્યું છે.