- ભારતમાં ઈઝરાયલના નાયબ રાજદૂતનું મોટુ નિવેદન
- કહ્યુ ભારતના લોકોએ ઈઝરાયલને આપ્યું સમર્થન
- ઈઝરાયલ-પેલેસ્ટાઈનના વિવાદમાં ભારતીયોનું ઈઝરાયલને સમર્થન
દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે 11 દિવસ જે ઘર્ષણ ચાલ્યું તેમાં ભારતે તટસ્થ વલણ દાખવ્યુ હતુ. ઈઝરાયલને વિશ્વના અનેક દેશોનો ખુલેઆમ સાથ સહકાર મળ્યો પણ ભારત તરફથી ખુલેઆમ સાથ-સહકાર મળ્યો ન હતો.
આ મુદ્દે ઈઝરાયલના ભારતમાં નાયબ રાજદૂત રોની યેડિડિયા ક્લેઈન દ્વારા જણાવવામાં આવ્યું કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં ભારત બંનેમાથી કોઈનો પણ સ્પષ્ટ પક્ષ લઈ રહ્યુ નથી.
રોની ક્લેઈન દ્વારા કહેવામાં આવ્યું કે ભારતના લોકો તરફથી ઈઝરાયેલને ખૂબ સમર્થન મળ્યુ છે. જોકે ભારત સરકાર તરફથી એ પ્રકારનુ સમર્થન મળ્યુ નથી. જેટલુ અન્ય દેશોની સરકારોએ આપ્યુ છે.આમ છતા ભારત અને ઈઝરાયેલના સબંધો બહુ જુના અને ગાઢ છે.
11 દિવસ જે સંઘર્ષ ચાલ્યો તે મુદ્દે પણ કહેવામાં આવ્યું કે હમાસ જેરુસલેમના પૂર્વમાં આવેલા શેખ જર્રાહ નામના સ્થળને આગળ ધરીને ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યુ હતુ.આ વિસ્તારમાંથી પેલેસ્ટાઈનના લોકોને હટાવી દેવામાં આવશે તેવુ હમાસ માને છે પણ આ જગ્યાને લઈને વિવાદ છે અને તે હાલમાં કોર્ટમાં છે.
અત્યારે તો બે દેશ વચ્ચે તણાવ રોકાઈ ગયો છે પંરતુ શાંતિ માટે પેલેસ્ટાઈનના ઉદારમતવાદી લોકોએ આ માટે આગળ આવવુ પડશે અને કટ્ટરવાદી તત્વોને પાછળ ધકેલવા પડશે.
ઈઝરાયલ દ્વારા તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે હમાસ દ્વારા જે પણ હૂમલા ઈઝરાયલ પર કરવામાં આવ્યા તે ઈઝરાયલના શહેરના રહેણાંક વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા, જ્યારે ઈઝરાયલની સેના દ્વારા પેલેસ્ટાઈન પર જે હૂમલા કરવામાં આવ્યા છે તેમાં માત્ર હમાસના આતંકવાદીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.