ઉનાળામાં ઉર્જાનો સ્ત્રોત લીચી દિવસ દરમિયાન લાગતા થાકથી રાહત આપે છે- જાણો તેના સેવનથી થતા ફાયદા
- લીચી ખૂબ જ ફાયદા કારક છે
- શરીરમાં પાણી જાળવી રાખે છે
સામાન્ય રીતે ફૂટ ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે, ફ્રૂટને ખોરાકમાં સર્વોશ્રેષ્ઠ ગણવામાં આવે છે, અને એટલે જ જ્યારે આપણાને કમજોરી હોય અથવા તો આપણે બિમાર હોઈએ ત્યારે ડોક્ટરો વધુ ફૂ્ટ ખાવાનો આગ્રહ કરે છે, આજે આપણે વાત કરીશું લીચીની, હાલ લીચીની સિઝન ચાલુ થઈ ચૂકી છે,આપણે સૌ જાણીએ છીએ લીચી ખૂબજ રસદાર પાણીથી ભરપુર ફ્રૂટ છે, જે ખાવામાં પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે જ છે સાથે તેને ખાનાથી શક્તિનો ભરપુર સંચાર થાય છે.લીચીમાં પાણીની સારી માત્રા હોય છે. તે વિટામીન સી, પોટેશિયમ અને નેચરલ સુગરનો પણ સારો સોર્સ છે.
જાણો લીચીના એવા ગુણો જે શરીરને કરાવે છે ફાયદા
- સામાન્ય રીતે લીચીમાં પાચન શક્તિ મજબૂત બનાવવાનો ગુણ સમાયેલો છે,
લીચીમાં રહેલા વિટામિન્સ, લાલ અને રક્ત કોશિકાઓના નિર્માણ અને પાચનની પ્રક્રિયા માટે જરૂરી તત્વો છે. - લીચીમાં રહેલા તત્વોને કારણે બીટા કેરાટીનને શરીરના અંગોમાં સંગ્રહિત કરવામાં મદદ મળે છે.
- લીચીમાં ફોલેટ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત પણ કરે છે.
- નાનકડી લીચીમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા પોષક તત્વો ભરપુર પ્રમાણમાં સમાયેલા છે,
- અનેક પોષત તત્વોથી ભરપુર હોવાના કારણે લીચીને આરોગ્ય જાળવવા માટેનો ભરપુપર સ્ત્રોત લીચીને ગણવામાં આવે છે.
- લીચી ખાવાથી કરચલીઓ દૂર થાય છે, જો તમારુ પાચન ઠીક નથી તો લીચીનુ સેવન તમને કબજિયાતથી બચાવે છે અને સાથે જ સમય પહેલા પડનારી કરચલીઓથી પણ દૂર રાખે છે.
- લીચી ખાવાથી ગળાની ખરાશમાં ફાયદો થાય છે ગળામાં ખારાશ કે દુઃખાવો છે તો એક લીચી માત્ર ખાવાથી ઘણઈ રાહત થાય છે
- લીચી ખાવાથી આરોગ્યને આરામ મળે છે. શરીરમાં પાણીની કમીને દૂર કરે છે : પાણીથી ભરપુર લીચી શરીરમાં પાણીની કમીને ઘટાડે છે.
- લીચી શરીરને ઠંડ પહોંચાડવાનું પણ કામ કરે છે. લીચીમાં પુષ્કળ માત્રામાં બીટા કૈરોટિન અને ઓલીગોનોલ હોય છે. જે હાર્ટને લગતી સમસ્યાઓથી બચાવે છે.