1. Home
  2. ગુજરાતી
  3. હવે સુપ્રીમ કોર્ટના કેસને લગતી તમામ જાણકારી મોબાઈલ પર મળશે, સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીએ એપ્લિકેશન માટે મેન્યુઅલ બહાર પાડ્યુ
હવે સુપ્રીમ કોર્ટના કેસને લગતી તમામ જાણકારી મોબાઈલ પર મળશે, સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીએ એપ્લિકેશન માટે મેન્યુઅલ બહાર પાડ્યુ

હવે સુપ્રીમ કોર્ટના કેસને લગતી તમામ જાણકારી મોબાઈલ પર મળશે, સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીએ એપ્લિકેશન માટે મેન્યુઅલ બહાર પાડ્યુ

0
Social Share
  • SCમાં ચાલતા કેસની તમામ માહિતી હવે મોબાઈલ પર
  • SCની ઈ-કમિટીએ બહાર પાડ્યુ મેન્યુઅલ
  • eCourt સેવા મોબાઇલ એપ્લિકેશન માટે મેન્યૂઅલ બહાર પાડ્યું

દિલ્લી: કોરોનાકાળમાં વેપાર-ધંધા જેવી વસ્તુઓને અસર થતા મોટી સંખ્યામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ વાતમાં કોઈ શંકા નથી પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમના કોરોનાને કારણે સરકારી કામ પણ અટકી પડ્યા છે. કોર્ટ કચેરીમાં તકેદારી અને ઓછા સ્ટાફ સાથે કામ થતા લોકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આવા સમયમાં કોર્ટના કામને લઈને કોઈને તકલીફ ન પડે તે માટે સુપ્રીમ કોર્ટની ઈ-કમિટી દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટની ઇ-કમિટીએ તેની નિ: શુલ્ક eCourt સેવા મોબાઇલ એપ્લિકેશન માટે એક મેન્યૂઅલ બહાર પાડ્યું છે. આ મેન્યુઅલને સમજવામાં કોઈને તકલીફ ન થાય તે માટે તેને 14 ભાષાઓ -અંગ્રેજી, હિન્દી, આસામી, બાંગ્લા, ગુજરાતી, કન્નડ, ખાસી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુમાં બહાર પાડવામાં આવ્યું છે.

eCourt સેવા મોબાઇલ એપ્લિકેશન અને તેના મેન્યૂઅલ અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઇ- કમિટી, સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

SCની ઈ-કમિટીના અધ્યક્ષ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડે દ્વારા આ મેન્યુઅલને જાહેર કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ગત વર્ષ દરમ્યાન એડવોકેટો, ન્યાયાધીશો, વાદીઓએ લોકડાઉન અને જાહેર સ્વાસ્થયની ચિંતાને પગલે ઓફિસો અને અદાલતો બંધ રહેવા પર ટેકનિકલ સમાધાનનો સ્વીકાર માટે પ્રેરિત કર્યા છે.

આ એપ્લિકેશન લોન્ચ થયા બાદ હવે સુપ્રીમ કોર્ટના કોઈ પણ કેસ સાથે સંકળાયેલો માણસ કોઈ પણ સમયે જરૂરીયાત મુજબ જાણકારી મેળવી શકશે. eCourt સેવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, વ્યક્તિ વિવિધ નાગરિક-કેન્દ્રિત સેવાઓ જેમ કે કેસ નંબર, સીએનઆર નંબર, ફાઇલિંગ નંબર, પાર્ટીનું નામ, એફઆઈઆર નંબર, એડવોકેટ વિગતો, અધિનિયમ વગેરે શોધી શકાય છે. કેસની સંપૂર્ણ વિગતો કેસ ફાઇલિંગથી લઈને તેના નિકાલ સુધીની વિગતો મેળવી શકાય છે. કોઈ પણ મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓર્ડર, કેસ ટ્રાન્સફરની વિગતો, વચગાળાની અરજીની સ્થિતિ, જાણી શકાય છે.

નોંધનીય છે કે “ઇ-કોર્ટ સેવા” મોબાઇલ એપ્લિકેશનથી કોઈ પણ હાઇકોર્ટ અને જિલ્લા અદાલતોના કેસોની વિગતો મેળવી શકાય છે. એપની સુવિધા ‘માય કેસ’ સાથે કોઈપણ વ્યક્તિ વ્યક્તિગત કેસ નંબર ઉમેરીને તેને સેવ કરી શકે છે જે કોર્ટની કાર્યવાહી મુજબ ઓટો અપડેટ્સ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code