મોડર્ના ભારતમાં સીધા રાજ્યોને રસી નહીં આપે, કહ્યુ માત્ર કેન્દ્ર સરકાર સાથે જ ડીલ કરીશું
- વેક્સિનને લઈને મોટા સમાચાર
- મોડર્નાએ કહ્યુ માત્ર કેન્દ્ર સરકાર સાથે કરીશુ ડીલ
- ભારતમાં સીધી રાજ્યોને નહી મળે વેક્સિન: મોડર્ના
દિલ્લી: ભારતમાં વેક્સિનેશની પ્રક્રિયા રોકેટની ઝડપે ચાલી રહી છે. દેશમાં રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવે છે. આવા સમયમાં વેક્સિન બનાવતી અમેરિકાની કંપનીએ મોટી જાહેરાત કરી છે જેમાં વેક્સિનને લઈને ભારત માટે મોટા સમાચાર છે.
અમેરિકાની આ કંપનીએ કહ્યું કે અમે ભારતમાં કોઈ રાજ્યને સીધા કોરોનાવાયરસની વેક્સિન વેચીશુ નહી, અમે સીધા કેન્દ્ર સરકાર સાથે ડીલ કરીશુ. કંપનીની પોલિસી અનુસાર તે સીધા ભારત સરકારની સાથે રસી મામલે ડીલ કરશે.
આ બાબતે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દરેક રસી બનાવતી કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર મોડર્ના દ્વારા જ જવાબ આપવામાં આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી કે રાજ્યોને આ કંપની સીધી રસી નહીં આપે.
પંજાબમાં રસીની અછતને કારણે રસીકરણ અભિયાનને અટકાવવું પડયું હતું. જેને પગલે પંજાબ સરકારે રસી બનાવતી કંપનીઓનો સંપર્ક કર્યો હતો. પંજાબ સરકારે કહ્યું છે કે રસીની જે અછત હાલ છે તેને પુરી કરવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવશે.
ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર ભલે શાંત પડી હોય, પણ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા રોકેટની સ્પીડમાં ચાલી રહી છે. દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે ગતિમાન કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.