પહેલી જૂનથી નહી રહે “GOOGLE PHOTOS”, સ્પેસ મેનેજ કરવા કંપની લાવી આ ટૂલ
- ગૂગલ ફોટો પર નહી રહે અનલિમિટેડ સ્ટોરેજની સર્વિસ
- હવેથી ફોટો સ્ટોરેજ એ સ્ટોરેજ લિમિટમાં ગણાશે
- ફ્રી સ્ટોરેજ પછી કરવું પડશે પેમેન્ટ
બેંગ્લુરુ: પહેલી જૂનથી ગૂગલ ફોટોઝ પર અનલિમિટેડ સ્ટોરેજની સર્વિસ ખત્મ થઈ રહી છે.આનો મતલબ એ છે કે “GOOGLE PHOTOS”માં જે ફોટો અપલોડ થશે તે સ્ટોરેજ લિમિટમાં ગણાશે. જો તમારી ફ્રી સ્ટોરેજ ખત્મ થઈ રહી છે તો વધારે સ્ટોરેજ માટે તમારે પૈસા પણ આપવા પડશે. “GOOGLE PHOTOS”ને મેનેજ કરવા માટે કંપની દ્વારા એક ટૂલને પણ લોંચ કરવામાં આવ્યુ છે.
જો કે “GOOGLE PHOTOS”ની સ્ટોરેજને મેનેજ કરવા માટે ગુગલે નવું સ્ટોરેજ મેનેજમેન્ટ ફિચર લોંચ કર્યું છે. આનાથી તમે કામ વગરના ફોટોને એક સાથે બલ્કમાં ડીલીટ કરી શકો છો.ગૂગલ તમને બધા ફોટોને અલગ-અલગ કેટેગરીમાં વહેચવાનો ઓપ્શન આપે છે.
આ ટૂલની મદદથી સ્ટોરજમાં રહેલા ફોટાના અને બેકઅપ માટે લીધેલા ફોટોને પણ મેનેજ કરી શકાશે. આ ટૂલની મદદથી કોઈ પણ ફોટોને કે જે ક્લિયર નથી દેખાતો તેને પણ ડીલીટ કરી શકાશે. આ ઉપરાંત Google One પર તમે સ્ટોરેજને પણ ખરીદી શકશો અને તે પણ બતાવવામાં આવશે કે યુઝરની કેટલી સ્ટોરેજ કેટલા સમય સુધી રહેશે.
ગૂગલએ આ માટે અંદાજ લગાવ્યો છે. 15જીબી ફ્રી સ્ટોરેજ 3 વર્ષ સુધી ચાલશે. આ અલગ અલગ યુઝર પર નિર્ભર છે. કેટલાકને એક વર્ષમાં આ સ્ટોરજ ફુલ થઈ જાય છે તો તે વધારે ફોટોને ગુગલ ફોટો પર અપલોડ કરતા હોય છે.