1. Home
  2. ગુજરાતી
  3. 1 ઑક્ટોબરથી કાર અંગેના નિયમોમાં થશે ફેરફાર, જાણો કેવા હશે નિયમો
1 ઑક્ટોબરથી કાર અંગેના નિયમોમાં થશે ફેરફાર, જાણો કેવા હશે નિયમો

1 ઑક્ટોબરથી કાર અંગેના નિયમોમાં થશે ફેરફાર, જાણો કેવા હશે નિયમો

0
Social Share
  • ભારતમાં ટૂંક સમયમાં કાર અંગે નવા નિયમો જાહેર થશે
  • કેન્દ્ર સરકારે તેના સંદર્ભે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે
  • હવે કારના ટાયરને પણ સ્ટાર રેટિંગ અને લેબલિંગ થશે

નવી દિલ્હી: સમગ્ર દેશમાં માર્ગ સલામતી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વાહનોને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. તેની પાછળ વિવિધ કારણો અને પરિબળો જવાબદાર છે. નિષ્ણાતો અનુસાર સરકારના વિભાગોથી આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. આગામી 1 ઑક્ટોબરથી કાર અંગેના નિયમોમાં કેન્દ્ર સરકાર ફેરફાર કરશે.

કાર, બસ, ટ્રકના ટાયર માટે રોડ પર રોટેશનલ ઘર્ષણ, ભીના રસ્તા પર ટાયરની પકડ અને વાહન ચાલતા સમયે ટાયરથી થનાર અવાજના સંદર્ભે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એક ડ્રાફ્ટ જારી કર્યો છે.

આગામી દિવસોમાં ટાયરોની ગુણવત્તાને લઇને પણ સ્ટાર રેટિંગ અને લેબલિંગ થશે. નવા નિયમો અનુસાર પેસેન્જર કાર અને કોમર્શિયલ વ્હીકલના ટાયરોને રોડ પર સુરક્ષા મળશે અને સાથે જ ઇંધણની પણ બચત થશે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ સૂચનામાં પ્રસ્તાવ મૂક્યો છે કે, ‘ટાયર માટેના નવા નિયમો 2021 ઓક્ટોબરથી લાગુ કરવા જોઈએ, જે સંપૂર્ણ નવા બનતા ટાયરો પર ફરજિયાત રહેશે. દરમિયાન, હાલના ટાયર મોડેલને નવા નિયમોમાં સ્વીકારવા માટે ઓક્ટોબર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ નવા નિયમોમાં પ્રથમ પગલું કદાચ ટાયરને સ્ટાર રેટિંગ સાથે રાખવાનું હશે.

તાજેતરમાં, CEATએ ભારતમાં સેક્યુરાડ્રાઈવ રેન્જ સાથે પોતાની ટાયર લેબલ સિસ્ટમ શરૂ કરી છે, જેમાં આ બધી માહિતી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જો કે, હાલમાં ટાયર ખરીદતા પહેલા ગ્રાહકોને તેની ક્ષમતા વિશે કોઈ માહિતી આપવામાં આવતી નથી. બીઆઇએસ માર્કિંગમાં ટાયર માર્કેટની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી, જે આ નવા નિયમોમાં જોવા મળશે.

જ્યારે નવા નિયમ અમલમાં આવશે, ત્યારે ભારતમાં વેચાયેલા ટાયર અમેરિકા, યુરોપ, જાપાન અને અન્ય વિકસિત દેશોમાં લાગુ કરેલા નિયમોની સાપેક્ષ પહોંચી જશે ભારતમાં ઘણી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, જે ટાયરોનું ઉત્પાદન કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code