1. Home
  2. ગુજરાતી
  3. સાબરમતી રિવરફ્રન્ટઃ બેરેજ કમ બ્રીજનું કરાશે નિર્માણ
સાબરમતી રિવરફ્રન્ટઃ બેરેજ કમ બ્રીજનું કરાશે નિર્માણ

સાબરમતી રિવરફ્રન્ટઃ બેરેજ કમ બ્રીજનું કરાશે નિર્માણ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-2ના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ ડ્રીમ પ્રોજેકટમાં શહેરી વિકાસની આગવી પ્રતિકૃતિ સમાયેલી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઇઝ-2નો ડફનાળાથી ઇન્દિરાબ્રીજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેકટ નદીની બેય તરફ મળીને કુલ 11 કિ.મી.માં રૂ. 850 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામવાનો છે.  મુખ્યમંત્રીએ આ બીજા ફેઇઝના પ્રથમ તબક્કામાં ડફનાળાથી સદર બજાર સુધીના રૂ. 95 કરોડના કામોનું ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું. તેમણે આ સાથે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ રૂ. 585 કરોડના વિવિધ 25 વિકાસ કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ સંપન્ન કર્યા હતા. તદ્અનુસાર, રૂ. 248 કરોડના ખર્ચે બ્રિજ, ઈલેક્ટ્રીક બસ, વોટર પ્રોજેક્ટ, ગાર્ડન પ્રોજેક્ટ, અર્બન હેલ્થ સેન્ટર, સબ-ઝોનલ ઓફિસ, આંગણવાડીનું નવીનીકરણના કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. 337 કરોડના ખર્ચે તૈયારથનાર બ્રિજ પ્રોજેક્ટ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-2, સ્પોર્ટસ સંકુલ અને વ્યાયામ શાળાનું ખાતમુહર્ત પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાને કોરોના કાળમાં પણ આ વિકાસ કામોની તેજ રફતાર જાળવી રાખવા માટે અભિનંદન આપતાં કહ્યું કે અમદાવાદ મહાપાલિકા દેશની શ્રેષ્ઠ નગરપાલિકાઓમાં સ્થાન ધરાવતી મહાનગરપાલિકા છે.  મહાનગરની શ્રેષ્ઠતાને છાજે તેવા વિકાસ કામો એક પછી એક હાથ ધરીને અમદાવાદના નગરજનો માટે હેપીનેસ ઇન્ડેક્ષ અને ઇઝ ઓફ લીવીંગમાં વધારો કરી અમદાવાદને લીવેબલ નગર મહાપાલિકાએ બનાવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ દેશ અને દુનિયાના લોકો માટે જોવાલાયક સ્થળ બન્યો છે ત્યારે હવે તેનો બીજો તબક્કો પણ એટલો જ ઉત્કૃષ્ટ, પર્યાવરણપ્રિય બનશે.

તેમણે ઉમેર્યુ કે, આ પ્રોજેકટની વિશેષતા એ છે કે સમગ્ર અમદાવાદ શહેરની મધ્યમાંથી સાબરમતી નદી પરનો 35 કિ.મી. લાંબો આ રિવરફ્રન્ટ નગરની શોભા બન્યો છે. આ ફેઇઝ-ર ગ્રીન પ્રોજેકટ બનશે એટલે કે તેમાં હાલના સાબરમતી રિવરફ્રન્ટ કરતા વધુ હરિયાળી હશે. એટલું જ નહિ, નાગરિકો-લોકોને રોડ પરથી જ નદી અને ગ્રીનરી દેખાઇ શકે તે રીતનું બાંધકામ થશે.

રિવરફ્રન્ટ ફેઇઝ-ર માટે નદીમાં પાણી ભરેલું રહે તે ખુબ જ આવશ્યક હોઇ બેરેજ કમ બ્રીજનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમિયાન 10થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ આ બેરેજમાં કરી શકાશે. બેરેજ કમ બ્રીજ બનવાના કારણે શહેરના સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેકટીવીટી મળશે જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code