1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 1 જૂનથી બેન્કિંગથી લઇને ઇ-ફાઇલિંગ સુધીના નિયમોમાં થશે ફેરફાર

1 જૂનથી બેન્કિંગથી લઇને ઇ-ફાઇલિંગ સુધીના નિયમોમાં થશે ફેરફાર

0
Social Share
  • 1 જૂનથી અનેક નિયમોમાં ફેરફાર થશે
  • ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર
  • બચત યોજનાના વ્યાજદરોમાં પણ ફેરફાર થશે

નવી દિલ્હી: મે મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે 1 જૂનથી બેન્કિંગ, ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગથી લઇને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યા છે. બેંક ઑફ બરોડા 1 જૂનથી ચેક પેમેન્ટની પદ્વતિમાં ફેરફાર કરી રહી છે.

સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદરમાં થશે ફેરફાર

આગામી 1 જૂનથી PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્વિ જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરોમાં ફેરફાર થશે. સરકાર દ્વારા દર 3 મહિને બચત યોજનાના નવા દર લાગૂ કરવામાં આવે છે. ઘણી વાર જૂના વ્યાજદરને રિવાઇઝ કરવામાં આવે છે. ત્યારે હવે 30 જૂનના રોજ નવા વ્યાજદર લાગૂ કરવામાં આવશે.

ગેસ સિલિન્ડરની કિંમતોમાં થશે ફેરફાર

1 જૂનથી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. દર મહિને ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ઘણી વાર મહિનામાં બે વાર પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. દિલ્હીમાં 14.2 kgના સિલિન્ડરનો ભાવ રૂ. 809 છે. 14.2 kgના સિલિન્ડર સિવાય 19 kgના સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

બેંક ઓફ બરોડા 1 જૂન 2021થી ચેકથી ચૂકવણી કરવાની પદ્ધિતમાં ફેરફાર કરી રહી છે. છેતરપિંડીથી બચવા માટે બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે કન્ફર્મેશન અનિવાર્ય કરવામાં આવ્યું છે. બેંક ઓફ બરોડાના કર્મચારીઓ જણાવે છે કે, ગ્રાહકો જયારે રૂ. 2 લાખથી વધુના ચેક જાહેર કરશે, ત્યારે પોઝિટિવ પે કન્ફર્મેશન સિસ્ટમ હેઠળ ચેકની માહિતીને રિકન્ફર્મ કરવાની રહેશે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું ઇ-ફાઇલિંગ પોર્ટલ નહીં કરે કામ

1 જૂનથી 6 જૂન સુધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઇ-ફાઇલિંગ પોર્ટલ નહીં કામ કરે. 7 જૂનના રોજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાઓ માટે ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર ITR ભરવાની અધિકૃત વેબસાઇટ 7 જૂન 2021થી બદલવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code