1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બાબા રામદેવ ફસાયા, IMA બાદ હવે આ સંસ્થાએ બાબા રામદેવને નોટિસ ફટકારી
બાબા રામદેવ ફસાયા, IMA બાદ હવે આ સંસ્થાએ બાબા રામદેવને નોટિસ ફટકારી

બાબા રામદેવ ફસાયા, IMA બાદ હવે આ સંસ્થાએ બાબા રામદેવને નોટિસ ફટકારી

0
Social Share
  • એલોપેથી-ડૉક્ટર્સ અંગેના નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલી વધી
  • IMA બાદ હવે ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને બાબા રામદેવને નોટિસ ફટકારી
  • જો તેઓ આવું નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

નવી દિલ્હી: એલોપેથી અને ડૉક્ટર્સ અંગેના વિવાદિત નિવેદન બાદ યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીઓ ઓછું થવાની નામ નથી લઇ રહી. IMA બાદ હવે ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને બાબા રામદેવને નોટિસ ફટકારી છે.

FAIMAએ નોટિસ ફટકારતા કહ્યું છે કે, બાબા રામદેવ સસ્તા પ્રચાર માટે એલોપેથીને લઇને નિરાધાર દાવા કર્યા જેની અમે નિંદા કરીએ છીએ. બાબા રામદેવ દાવાઓ સાથે મજબૂત પુરાવાઓ રજૂ કરે અથવા તો આ મામલે માફી માગે. જો તેઓ આવું નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

હાલમાં કોરોના સંકટ વચ્ચે એલોપેથી અને આયુર્વેદ વચ્ચે જંગ જોવા મળી રહી છે. IMAએ બાબા રામદેવના વિવાદિત નિવેદન અને નવા વીડિયો વિરુદ્વ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ વચ્ચે અનેક એલોપેથીક ડૉક્ટરોએ રામદેવ વિરુદ્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તો આ તરફ બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાબા કહી રહ્યા છે કે, કોઈના બાપની તાકાત નથી કે મને અરેસ્ટ કરી શકે. જો કે, રામદેવના નિવેદનને લઈને આચાર્ય બાલાકૃષ્ણએ સ્પષ્ટતા કરી હતી કે વાયરલ થયેલો આ વીડિયો જુનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code