- મેહુલ ચોક્સીની તસવીરો વાયરલ
- ડોમિનીકાની પોલીસ કસ્ટડીમાં જોવા મળ્યો
- જાણો શું છે હકીકત
દિલ્લી: ભારતમાં ભાગેડૂ તરીકે જાહેર થતા પહેલા દેશ છોડીને ભાગી ગયેલા મેહુલ ચોક્સીની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. હાલમાં જ વાયરલ થયેલા ફોટોમાં મેહુલ ચોક્સી ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે તેવા ફોટો વાયરલ થયા છે. તસવીરોમાં દેખાતો મેહુલ ચોકસી જેલના સળિયા પાછળ છે અને તેના હાથો પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. તેની આંખો ઘણી લાલ છે અને દેખાવ પરથી તે નબળો લાગી રહ્યો છે.
મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકમાં ગોટાળા કરવાનો આરોપ લાગ્યો હતો અને તે બાદ તે દેશ છોડીને ફરાર થયો હતો.મેહુલ ચોકસી ગત રવિવારે એટલે કે 23 મેની સાંજે પાંચ વાગ્યે અચાનક પોતાના નિવાસસ્થાનથી પોતાની કારમાં બેસીને બહાર ગયો હતો. પરંતુ થોડા સમય બાદ તેની કાર ત્યાં આસપાસ મળી આવી હતી. ત્યારબાદ તેના પરિજનો અને મેહુલ ચોકસીના ભારતમાં સ્થિત વકીલ વિજય અગ્રવાલ દ્વારા મીડિયા સહિત અન્ય એજન્સીઓને જણાવ્યું કે તે એન્ટીગુઆથી ગુમ થઈ ગયો છે, જેના માટે તેઓ ખૂબ પરેશાન છે. જોકે આ ઘટના બાદ ત્યાંની રોયલ પોલીસ ફોર્સ તાત્કાલિક પ્રભાવથી સૌથી પહેલા મેહુલ ચોકસીની તલાશ માટે તેની એક તસવીર સાથે નિવેદન જાહેર કરીને શોધવામાં લાગી ગઈ હતી.
ભારતથી ફરાર હીરા કારોબારી મેહુલ ચોકસી છેલ્લા થોડાક સમયથી એન્ટિગુઆના જોલી હાર્બર વિસ્તારમાં રહે છે. ત્યારબાદથી ભારત દેશની તપાસ એજન્સી અને ઇડીની ટીમ તેને પરત ભારતમાં પ્રત્યર્પિત કરવા માટે પ્રયત્નશીલ છે. નોંધનીય છે કે ચોકસી પંજાબ નેશનલ બેંકની સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં વોન્ટેડ છે. ચોકસીની વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરેલી છે