યુરોપિયન અધિકારીનું નિવેદન, અમેરિકાની એજન્સીએ જર્મનીના ચાન્સેલરની જાસૂસી કરી હતી
દિલ્લી: ડેનિશ સ્ટેટ બ્રોડકાસ્ટરના મતે અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA) એ ડેનમાર્ક ફોરેન ઈન્ટેલિજન્સ સાથે પાર્ટનરશિપ કરીને સિનિયર અધિકાઓની જાસૂસી કરી હતી જેમાં જર્મન ચાન્સેલર એન્જલા મર્કેલનો પણ સમાવેશ થાય છે.
ડેનિશ સ્ટેટ બ્રોડકાસ્ટર દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે આ તારણો ડેનિશ સંરક્ષણ ગુપ્તચર સેવાની ભાગીદારીમાં એનએસએની ભૂમિકા અંગેની 2015 થી આંતરિક તપાસનું પરિણામ છે. અને આ માટે તેમણે કેટલાક સ્ત્રોતના પણ નામ જણાવ્યા હતા.
શોધખોળ મુજબ જો જોવામાં આવે તો જે ઈનવ્સ્ટિગેશન 2012 અને 2014માં કરવામાં આવ્યું છે તેમાં અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સીએ ડેનિશ ઈન્ફોર્મેશન કેબલનો ઉપયોગ કર્યો હતો અને સ્વિડન, નોર્વે, ફ્રાન્સ અને જર્મનીના અધિકારીઓ તથા જર્મનીના ફોરેન મિનિસ્ટર ફ્રેન્ક-વોલ્ટર-સ્ટેઈનમિઅર અને પૂર્વ વિરોધી દળના નેતા પીઅર સ્ટેઈનબ્રુકની પણ જાસૂસી કરવામાં આવી હતી.
આ બાબતે જર્મન ચાન્સેલરીના સ્પોક્સપર્સનને પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરી દીધો હતો.
ડેનમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સનો નજીકનો સાથી છે, અને તેના કેટલાક સ્ટેશન અમેરિકા સાથે જોડાયેલા છે. જે સ્વીડન, નોર્વે, જર્મની, હોલેન્ડ અને યુકે સાથે અથવા તે દેશો સાથે જોડાયેલા છે.
ડેનિશ સ્ટેટ બ્રોડકાસ્ટરે તે પણ જણાવ્યું કે, પાછલા વર્ષે એડવર્ડ સ્નોડેનની લીક્સ અંગેની ચિંતાને પગલે ડેનિશ ડિફેન્સ ઇન્ટેલિજન્સ સર્વિસમાં આંતરિક તપાસ 2014માં શરૂ કરવામાં આવી હતી, એનએસએ કેવી રીતે કાર્ય કરે છે તે જાહેર કરે છે.
ડેનિશ સરકારે ગયા વર્ષે કહ્યું હતું કે તે એક વ્હિસલ બ્લોઅર અહેવાલની માહિતીના આધારે આ કેસની તપાસ શરૂ કરશે. આ તપાસ આ વર્ષના અંતમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે.