1. Home
  2. ગુજરાતી
  3. 5-12 વર્ષના બાળકો માટે વેક્સિનને ટૂંકમાં મળી શકે છે મંજૂરી
5-12 વર્ષના બાળકો માટે વેક્સિનને ટૂંકમાં મળી શકે છે મંજૂરી

5-12 વર્ષના બાળકો માટે વેક્સિનને ટૂંકમાં મળી શકે છે મંજૂરી

0
Social Share
  • ઝાયડસ કેડિલા અત્યારે વેક્સિનની કરી રહી છે ટ્રાયલ
  • ટૂંક સમયમાં 5-12 વર્ષના બાળકોની વેક્સિનને મળી શકે છે મંજૂરી
  • 5 થી 12 વર્ષની ઉંમરના બાળકો પર વેક્સિનના ટેસ્ટિંગનો ઘણો ડેટા છે

અમદાવાદ: દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે હવે 5 થી 12 વર્ષના બાળકો માટેની રસીને પણ મંજૂરી મળી શકે છે. કેડિલા હેલ્થકેર લિમિટેડના એમડી શરવિલ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે 5 થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનના ટેસ્ટિંગનો ઘણો ડેટા છે.

ઝાયડસ કેડિલા ગ્રૂપ કોરોના વાયરસની પોતાની વેક્સિન ઝાયકોવ-ડીને 5 થી 12 વર્ષના બાળકો માટે ટેસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. ઝાયકોવ-ડી પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે, જે ન્યૂક્લિએક એસિડ વેક્સિન અંતર્ગત આવે છે. તાજેતરમાં જ કેડિલાએ 800 ક્લિનિકલ ટ્રાયલ કરી હતી.

વેક્સિનનું પરીક્ષણ 12થી 18 વર્ષના બાળકો માટે પણ કર્યું છે. કંપનીની તૈયારી પોતાની વેક્સિન માટે જૂન અથવા જુલાઇના અંત સુધી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવવાની છે. કેડિલા હેલ્થકેરના એમડી શરવિલ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે 5 થી 12 વર્ષની ઉંમરના બાળકો પર વેક્સિનના ટેસ્ટિંગનો ઘણો ડેટા છે. જો તમામ વસ્તુ યોગ્ય રીતે ચાલે છે તો 12-18 વર્ષના બાળકો માટે વેક્સિનને મંજૂરી મળી જશે.

વેક્સિનનો વિકાસ ચરણ પ્રમાણે થાય છે. પ્રથમ તબક્કો વરિષ્ઠો પછી બાળકો અને પછી 5 વર્ષથી નાના બાળકોનો તબક્કો. અમારી આ વેક્સિન બાળકો માટે વધુ પ્રભાવશાળી સાબિત થશે અને આ વેક્સિનમાં કોઇ આડઅસર નહીં જોવા મળે તેવું કેડિલા હેલ્થકેરના એમડીએ જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code