દિલ્હીઃ રોકાણની શરૂઆત કરવા માટે મોટી રકમની જરૂર નથી. આપ દર મહિને નિયમિત રીતે એક નાની રકમના રોકાણથી શરૂઆત કરીને મોટુ ફંડ એકત્ર કરી શકો છે. ઘર, ગાડી, બાળકોના અભ્યાસ, તેમના લગ્ન તથા નિવૃત્તિ અંગે પ્લાનિંગ કરતા હોય તો, તેને અંજામ સુધી લઈ જવા માટે રોકાણ કરવું ખુબ જ જરૂરી છે. અનેક લોકો કહે છે કે, થોડા સમય પછી રોકાણ કરીશું. જો કે, આવા લોકોનો થોડો સમય ક્યારેય આવતો નથી. તેમજ તેઓ રોકાણને ગંભીરતાથી લેતા નથી. આજની તારીખમાં જેટલુ જરૂરી બચત છે એટલું જ જરૂરી છે રોકાણ, રોકાણને લઈને હવે ગંભીર થવું જ પડશે. જો કે, મોટાભાગના લોકોનો એક જ સવાલ હોય છે કે, રોકાણ કરવું તો ત્યાં કરવું.
- નાની રકમથી કરો રોકાણ
સારા રિટર્નને જોતા હાલના સમયમાં જાણકારો મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે. મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરવું ખુબ સરળ અને આસાન છે. કોઈ પણ ઉંમરના લોકો આમા રોકાણ કરી શકે છે. જો કે, નાની ઉંમરથી રોકાણ કરવામાં આવે તો પોતાના ધારેલા લક્ષ્યાંક સુધી ઝડપથી પહોંચી શકાય છે. બેંકમાં જમા કરાવેલી રકમ ઉપર હવે વ્યાજ ખુબ ઓછુ મળે છે. જેથી હવે મ્યુચ્યઅલ ફંડ એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. મ્યુચ્યઅલ ફંડમાં એરઆઈપી ત્રણ રીતે કરી શકાય છે.
પ્રથમઃ એજન્ટ મારફતે
બીજીઃ બ્રોકર મારફતે ઓનલાઈન ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી
ત્રીજીઃ મ્યુચ્યઅલ ફંડમાં સીધુ રોકાણ કરી છે. આ માટે જે તે કંપનીની વેબસાઈટમાં જઈને રોકાણ કરવું પડે છે.
- સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન
એસઆઈપી મ્યુચ્યઅલ ફંડમાં રોકાણની એક રીત છે. જેના મારફતે રોકાણ કરવાથી સારુ રિટર્ન મળે છે. એસઆઈપી મારફતે જોઈ પણ ડાયવર્સિફાઈડ મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. મ્યુચ્યઅલ ફંડમાં રૂ. 500 દર મહિને રોકાણથી શરૂઆત કરી શકાય છે. એટલે અહીં રોકાણમાં કોઈ મોટી રકમની જરૂર પડતી નથી.
આપને વધારે ફંડ જોઈતું હોય તો દર મહિને રોકાણ કરવું જોઈએ. તેમજ આવક વધતાની સાથે રોકાણની રકમમાં પણ ક્રમશઃ વધારો કરવો જોઈએ.